Last Updated on February 24, 2021 by
બ્રિટનની કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાં માત્ર બે કલાક માટે દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ ખિલ્યું. બ્રિટનમાં ખિલેલા આ દુર્લભ મૂન ફ્લાવરને અમેજોનિયન કૈક્સટ પણ કહેવામાં આવે છે. પરંતુ તે રાત્રે ખીલતું હોવાથી તેને ‘મૂન ફ્લાવર’ કહેવામાં આવે છે. બ્રિટનમાં આ પ્રજાતિનો આ એક માત્ર છોડ છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના બોટેનિક ગાર્ડન એક્સપર્ટે આ ફુલ ખિલવાની સમગ્ર પ્રક્રિયાને કેમેરામાં કેદ કરી છે.
છોડનું વૈજ્ઞાનિક નામ ‘સેલેનિસેરસ વિટ્ટી’
યૂનિવર્સિટીના તજજ્ઞો પ્રમાણે સૂર્યાસ્ત બાદ આ ફૂલ ખીલે છે અને તેની સાઈઝ 28 સેમી હતી. આ છોડનું વૈજ્ઞાનિક નામ ‘સેલેનિસેરસ વિટ્ટી’ છે જે સૂર્યાસ્ત બાદ ખીલવાનું શરૂ થાય છે અને સુર્યોદય સુધી સંપૂર્ણપણે ખીલી જાય છે.
આ ફૂલ ખાસ કરીને એમેઝોનના જંગલોમાં જોવા મળે છે
જો કે આ દુર્લભ મૂન ફ્લાવર સંપૂર્ણપણે ખીલવાના બે કલાક બાદ સુધી જ પોતાના અસલી રૂપમાં રહે છે અને તેમાંથી ખુશ્બુ પણ આવે છે. બે કલાક બાદ આ ફૂલ કરમાવવા લાગે છે. તજજ્ઞો પ્રમાણે આ ફૂલ ખાસ કરીને એમેઝોનના જંગલોમાં જોવા મળે છે. આ ફૂલની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો છોડ માત્ર દુનિયાના 13 બોટેનિકલ ગાર્ડનોમાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31