GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો/ Whatsapp પર આ કામ કરનારા ભરાશે, સરકાર લાવી રહી છે નવો કાયદો, જાણી લો નહીંતર…

Gujarati news, live Gujarati news, Gujarat Samachar, Online News Gujarati Live, News in Gujarati, Gujarati News Live, Breaking News Gujarati, Latest News in Gujarati,

Last Updated on March 23, 2021 by

દેશમાં મોટાભાગના મોબાઇલ ફોન યુઝર્સ મેસેજિંગ એપ Whatsappનો ઉપયોગ કરી રહ્યા છે. એ વાત પણ સાચી છે કે પ્રાઇવસી પોલીસીને લઇને મોટાભાગના યુઝર્સ Whatsappથી નારાજ પણ છે. ભલે Whatsappએ દાવો કરતુ હોય કે તમારા મેસેજ ઇંક્રિપ્ટેડ છે. પરંતુ આ વચ્ચે કેન્દ્ર સરકાર એક નવો કાયદો લાવવા જઇ રહી છે. એક વાર જરૂર વાંચી લો નહીંતર તમારી બેદરકારી મુશ્કેલી બની શકે છે.

Whatsapp

જૂઠ્ઠાણુ અને અફવા ફેલાવનારાઓની ખૈર નથી

એક રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર દેશમાં અફવા અને જુઠ્ઠાણુ ફેલાવનારાઓ પર લગામ કસવા માગે છે. આ તેના માટે હવે ભારત સરકારે એક નવો ઠરાવ પસાર કર્યો છે જેની મદદથી Whatsapp પર અફવા ફેલાવનારાઓને તરત જ પકડી શકાશે.

આ સિસ્ટમનો થશે ઉપયોગ

જાણકારી અનુસાર કેન્દ્રએ Whatsappને Alpha-Numeric Hash Assigning System લાગુ કરવા કહ્યું છે. આ સિસ્ટમને લાગુ થયા બાદ અફવા ફેલાવનાર લોકો વિરુદ્ધ તરત કાર્યવાહી થઇ શકશે.

Whatsapp

કેવી રીતે પકડાશે અફવા ફેલાવનારા

હકીકતમાં Alpha-Numeric Hash Assigning System અંતર્ગત દરેક મેસેજ સાથે એક ખાસ નંબર નજરેટ થશે. આ સિસ્ટમથી મેસેજ મોકલનારને ટ્રેક કરી શકાશે. સરકારનું માનવુ છે કે તેનાથી પ્રાઇવસી પર કોઇ અસર પડશે.

Whatsapp વર્તમાન પ્રાઇવસી પોલીસીનું નહીં થાય ઉલ્લંઘન

જાણકારોનું કહેવું છે કે Whatsapp હાલ end-to-end encryption ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. જેના કારણે ફક્ત સેંડર અને રિસિવર જ મેસેજ જોઇ શકે છે. સરકારનું કહેવુ છે કે નવી સિસ્ટમને લાગુ કરવાથી પ્રાઇવસી સિસ્ટમનું ઉલ્લંઘન નહીં થાય.

whatsapp

Whatsapp અને સરકાર વચ્ચે તકરાર

કેન્દ્ર સરકારના આ નવા પ્રસ્તાવને Whatsapp માનવા તૈયાર નથી. કંપનીનું કહેવુ છે કે તેનાથી એપની પ્રાઇવસી પોલીસીનું ઉલ્લંઘન થાય છે. જ્યારે ભારત સરકાર આ નવા પ્રસ્તાવને દેશમાં Law and Order સાથે જોડીને જોઇ રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો