Last Updated on March 4, 2021 by
લાંબા સમય સુધી ગડમથલમાં રહ્યા પછી નરેન્દ્ર મોદી સરકારે 1 એપ્રિલથી નવા વેજ કોડનો અમલ કરવાનું નક્કી કર્યું છે. આ કોડનો અમલ થતાં કર્મચારીઓના કામના કલાકોથી માંડીને હાથમાં આવતા પગાર સુધીની બાબતો બદલાઈ જશે. કર્મચારીઓનું પી.એફ. વધારે કપાશે અને ગ્રેચ્યુઈટીમાં પણ વધારો થશે પણ હાથમાં ઓછો પગાર આવશે. કામના કલાકોમાં પણ ફેરફાર થશે. આ સિવાય બેઝિક પગારના ૫૦ ટકા કરતાં વધારે ભથ્થાં નહીં લઈ શકાય.
મોદી સરકારે 44 અલગ અલગ લેબર લૉને ભેળવીને બનાવેલા ચાર લેબર કોડને સંસદે મંજૂરી આપી દીધી
મોદી સરકારે 44 અલગ અલગ લેબર લૉને ભેળવીને બનાવેલા ચાર લેબર કોડને સંસદે મંજૂરી આપી દીધી છે અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી તેને નોટિફાય પણ કરી દેવાયા છે. બીજા ત્રણ કોડ ૨૦૧૯માં જ્યારે વેજ કોડ ૨૦૨૦માં મંજૂર કરાયો હતો પણ યુનિયનોના વિરોધને કારણે તેનો અમલ ન હોતો થતો.
મોદી સરકારને નાણાંની જરૂર હોવાંથી નવા વેજ કોડનો અમલ કરશે
મોદી સરકારને હવે નાણાંની જરૂર છે તેથી કોઈ પણ ભોગે આ વેજ કોડનો અમલ કરવાનું નક્કી કર્યું છે. નાણાં મંત્રાલયને 1 એપ્રિલથી તેનો અમલ કરવાની તૈયારી કરવાની સૂચના પણ આપી દેવાઈ હોવાનું સૂત્રોનું કહેવું છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31