GSTV
Gujarat Government Advertisement

સમલૈંગિક કાનૂનનો સરકારે કર્યો વિરોધ: સમલૈંગિકોનું સાથે રહેવુ તે પરિવાર નથી, આવા સંબંધો ભારતીય પરંપરાની વિરુદ્ધ

Last Updated on February 25, 2021 by

સમલૈંગિક લગ્નને મંજૂરી આપવાની માગ સાથે દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનું વલણ સ્પષ્ટ કરતા કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં તેનો વિરોધ કર્યો છે. સરકારે ગુરૂવારે કહ્યુ હતું કે, એક જ લિંગના કપલ્સ સાથે પાર્ટનર તરીકે રહેવુ અને યૌન સંબંધ બાંધવાની સરખામણી ભારતીય પરિવારો સાથે થઈ શકે નહીં.

હિન્દુ વિવાહ કાનૂન અને વિશેષ વિવાહ કાનૂન અંતર્ગત સમલૈંગિક વિવાહને મંજૂરી આપવાની માગને લઈને દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં કેન્દ્ર સરકારે પોતાનું વલણ કોર્ટમાં રજૂ કર્યુ છે. સમલૈંગિક વિવાહને મંજૂરી આપવાની માગને લઈને હાઈકોર્ટમાં કેટલીય અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં બે મહિલા પણ છે, જે છેલ્લા કેટલાય વર્ષોથી સાથે રહી રહી હતી અને તેમણે સમલૈંગિક વિવાહને મંજૂરી આપવાની માગ કરી હતી.

કેન્દ્ર સરકારે કહ્યુ હતું કે, લગ્ન બે વ્યક્તિઓનો મામલો છે. જેની તેમની પર્સનલ જીંદગી પર અસર પડે છે. પણ તેને ખાલી પ્રાઈવેસીના આધારે છોડી શકાય નહીં. સરકારે કહ્યુ હતું કે, પાર્ટનરની માફક સાથે રહેવુ અને સમાન લિંગની સાથે યૌન સંબંધ રાખવાની સરખામણી ભારતીય પરિવારોના રિતરિવાજ સાથે મેળ નથી ખાતો. જેમાં એક પતિ, પત્ની અને બાળકો હોય છે. જેમાં એક જૈવિક પુરૂષ પતિ હોય છે, જૈવિક મહિલા પત્ની હોય છે. અને તેમના મિલનથી બાળકો પૈદા થાય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો