GSTV
Gujarat Government Advertisement

જલ્દી ઉઠાવો ફાયદો / આ લોકોને 10 હજાર રૂપિયા આપી રહી છે મોદી સરકાર, જાણો કેવી રીતે મળશે ફાયદો

Last Updated on March 23, 2021 by

દેશમાં કોરોનાના નવા કેસો રોડજ વધી રહ્યા છે. તેવામાં નોકરીયાત લોકોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે મહિનાના અંતમાં હોળિનો તહેવાર આવી રહ્યો છે. એવામાં લોકોના મનમાં કેટલાક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છએ. પરંતુ જે લોકો સરકારી વિભાગોમાં કાર્યરત છે તેણે આ વિશે વિચારવાની જરૂર નથી. તેનું કારણ એ છે કે, કેન્દ્રની મોદી સરકાર પોતાના કોન્દ્રિય કર્મચારીઓને હોળીનો તહેવાર મનાવવા માટે 10 હજાર રૂપિયાની એડવાન્સ ઑફર આપી રહી છે. મોદી સરકાર તરફથી સરકારી કર્મચારીઓને આ ઑફર સ્પેશલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ હેઠળ આપવામાં આવે છે.

અગાઉ પણ સરકાર આપતી હતી એડવાન્સ

અગાઉ, સરકાર દ્વારા છઠ્ઠા પગારપંચ સમયે તહેવારો દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓને એડવાન્સ આપવામાં આવતા હતા. તે સમયે કર્મચારીઓને 4500 રૂપિયા મળતા હતા, પરંતુ મોદી સરકારે તેને વધારીને 10,000 રૂપિયા કરી દીધી છે. એટલે કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોળી જેવા તહેવારની ઉજવણી કરવા માટે 10,000 રૂપિયા અગાઉથી લઈ શકે છે. આ પર કોઈ વ્યાજ લેવામાં આવશે નહીં. 31 માર્ચ આ યોજનાનો લાભ લેવાની છેલ્લી તારીખ છે. બાદમાં કર્મચારીઓ તેને 10 હપ્તામાં પરત આપી શકે છે. એટલે કે, તમે તેને 1,000 રૂપિયાના માસિક હપ્તા દ્વારા ચુકવણી કરી શકો છો.

ATM માં પ્રી-લોડેડ થશે પૈસા

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગત દિવસોમાં કહ્યુ હતું કે, તહેવારોના દિવસોમાં આપવામાં આવતુ આ એડવાન્સ પ્રી લોડેડ થશે. કેન્દ્રિય કર્મચારીઓના ATMમાં આ પૈસા પહેલાથી જ દાખલ કરાશે. માત્ર તેને ખર્ચ કરવાનો રહેશે. કોરોના કાળમાં કેન્દ્ર સરકારે કેન્દ્રિય કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ પર રોક લગાવી છે. એવામાં આ એડવાન્સની રકમ કર્મચારીઓ માટે મોટી રાહત પ્રદાન કરશે અને તેઓ હોળીનો તહેવાર સારી રીતે ઉજવી શકશે.

કલાક

વધી શકે છે પગાર

કેન્દ્રીય કર્મચારીઓ માટે પણ એક સારા સમાચાર છે અને 1 એપ્રિલથી પગાર બદલાઇ રહ્યો છે. આ પછી, કર્મચારીઓનો પગાર વધશે. દેશમાં 1 એપ્રિલ 2021 થી એક નવો વેતન કોડ લાગુ થવાની ધારણા છે, ત્યારબાદ કર્મચારીઓના પગારની રચનામાં ફેરફાર થશે. આ ફેરફારની સીધી અસર કર્મચારીઓના ઘરના પગાર પર પડશે. નવા નિયમ મુજબ મૂળભૂત પગાર કુલ સીટીસીના 50 ટકા હશે. આ સાથે, તમારું પીએફ કોન્ટ્રીબ્યૂશન પણ વધશે. આ ઉપરાંત 7 મા પગાર પંચ લાગુ થયા પછી તમારો પગાર પણ વધશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો