Last Updated on March 6, 2021 by
તો ખેડૂતો એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ મુદ્દે સરકાર પાસે ગેરંટી માગી રહ્યા છે. ખેડૂતોને પોતાના પાક પર મળતી MSP એટલે કે ટેકાના ભાવની ત્યારે જોઇએ શું છે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ…..
કૃષિ અને ખેડૂત સાથે જોડાયેલાં બે બિલને લઈને ખેડૂતોના વિરોધની ગુંજ સંસદથી સડક સુધી સંભળાઈ રહી છે. ખેડૂતોને મૂળ MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ છે, જે ખેડૂતોને તેમના પાકની કિંમત પર મળે છે તેને લઈને ચિંતા છે. માર્કેટમાં પાકની કિંમતોમાં થતી વધઘટથી ખેડૂતો પર અસર ન થાય તેમને લઘુતમ કિંમત મળતી રહે આની પાછળનો હેતુ એ છે. સરકાર દરેક પાકની સીઝન પહેલાં કમિશન ફોર એગ્રિકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઈસીઝની વિનંતી પર MSP નક્કી કરે છે. જો કોઈ પાકની વધુ વાવણી થઈ છે અને માર્કેટમાં એની કિંમત ઓછી હોય ત્યારે MSP તેમના માટે ફિક્સ એશ્યોર્ડ પ્રાઈઝ પર કામ કરે છે. એ ખેડૂતોને બચાવતી વીમા પોલિસીની જેમ કામ કરે છે.
1950 અને 1960ના દશકામાં જો કોઈ પાકનું બમ્પર ઉત્પાદન થતું હતું તો તેની સારી કિંમત મળતી નહોતી જેને પગલે ખેડૂતો ચિંતિત હતા. જેને પગલે ખેડૂતો આંદોલન કરવા લાગ્યા હતા, આથી ફૂડ મેનેજમેન્ટ એક મોટું સંકટ બની ગયું. સરકારનો કંટ્રોલ નહોતો. 1964માં એલકે ઝાના નેતૃત્વમાં ફૂડ-ગ્રેન્સ પ્રાઈઝ કમિટી બનાવવામાં આવી હતી. ઝા કમિટીને લીધે 1965માં ભારતીય ખાદ્ય નિગમની સ્થાપના થઈ અને એગ્રિકલ્ચર પ્રાઈસીઝ કમિશન બન્યું. આ બંને સંસ્થાનું કામ દેશમાં ખાદ્ય સુરક્ષાનું મેનેજમેન્ટ કરવામાં મદદ કરવી છે. FCI એવી એજન્સી છે, જે MSP પર અનાજ ખરીદે છે, જે પોતાના ગોડાઉનમાં સ્ટોર કરે છે. પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમની મદદથી જનતા સુધી અનાજને વાજબી ભાવે પહોંચાડે છે.
શા માટે સરકાર આપે છે ટેકાના ભાવ
ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મામલાના રાજ્યમંત્રી રાવસાહેબ દાનવે પાટીલે 18 સપ્ટેમ્બરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે શિયાળાની સીઝનમાં ઘઉં પર લઘુતમ ટેકાના ભાવનો લાભ લેનાર 43.33 લાખ ખેડૂતો હતા, આ સંખ્યા ગત વર્ષના 35.57 લાખથી આશરે 22% વધારે છે. રાજ્યસભામાં આપેલી માહિતી અનુસાર, છેલ્લાં 5 વર્ષમાં લઘુતમ ટેકાના ભાવનો લાભ લેનારા ઘઉંના પાકના ખેડૂતોની સંખ્યા બમણી થઈ છે. વર્ષ 2016-17માં સરકારને લઘુતમ ટેકાના ભાવે ઘઉં વેચનાર ખેડૂતોની સંખ્યા 20.46 લાખ હતી. હવે આ ખેડૂતોની સંખ્યા 112% થઈ છે. ખરીફ સીઝનમાં લઘુતમ ટેકાના ભાવે પાક વેચનારા ખેડૂતોની સંખ્યા 2018-19ના 96.93 લાખ કરતાં વધીને 1.24 કરોડ થઈ ગઈ છે અર્થાત 28%નો વધારો થયો છે. ખરીફ સીઝન 2020-21 માટે અત્યારસુધીમાં ખરીદી શરૂ થઈ નથી. 2015-16 કરતાં આ વધારો 70%થી વધારે છે.
પીએમ નરેન્દ્ર મોદી અને કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ચોખવટ કરી છે કે MSP બંધ નહિ થાય. તેઓ વિપક્ષની પાર્ટીઓ પર ખેડૂતને ભટકાવવાનો આરોપ લગાવી રહ્યા છે. NDAની પાર્ટી શિરોમણિ અકાલી દળ પણ આ મુદ્દા પર નાખુશ છે. હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. ખેડૂતો અને વિપક્ષની પાર્ટીઓને MSP પૂરું થવાનો ડર છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31