GSTV
Gujarat Government Advertisement

શાહ બે સુપરસ્ટારને ના મનાવી શકતાં મોદી નારાજ, ભાજપે ‘બંગાલ કી બેટી’ મમતા સામે મિથુનને ‘બંગાલ કા બેટા’ બનીને ઉતારવો પડ્યો

Last Updated on March 10, 2021 by

 પશ્ચિમ બંગાળમાં મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા તેનો ભાજપ જોરશોરથી પ્રચાર કરે છે પણ મોદી જરાય ખુશ નથી. મોદીએ અમિત શાહ અને બંગાળ ભાજપને અત્યારે અત્યંત લોકપ્રિય મોટી સેલિબ્રિટીને લાવવાનું મિશન સોંપ્યું હતું પણ શાહ એ ના કરી શકતાં મોદીએ છેવટે મિથુનના નામ પર મંજૂરીની મહોર મારવી પડી.

મોદીએ પોતાની રેલીમાં સૌરવ ગાંગુલી અથવા પ્રસન્નજીત ચેટરજી જોડાય એવો તખ્તો ઘડવા કહ્યું

મોદીએ પોતાની રેલીમાં સૌરવ ગાંગુલી અથવા પ્રસન્નજીત ચેટરજી જોડાય એવો તખ્તો ઘડવા કહ્યું હતું. ગાંગુલીએ હમણાં જ બે બાયપાસ સર્જરી કરાવી હોવાથી ખરાબ તબિયતના બહાને ભાજપના નેતાઓને વિલા મોંડે પાછા કાઢયા હતા. બંગાળી ફિલ્મોના સૌથી મોટા સુપરસ્ટાર પ્રસન્નજીત ચેટરજીએ નેતાજી પરના મોદીના કાર્યક્રમમાં હાજરી આપી હતી તેથી પ્રસન્નજીત ના નહીં પાડે એવો મોદીને પણ વિશ્વાસ હતો.

પ્રસન્નજીતે આશ્ચર્યજનક રીતે ઘસીને ના પાડી દીધી

પ્રસન્નજીતે આશ્ચર્યજનક રીતે ઘસીને ના પાડી દીધી. પ્રસન્નજીતે સુભાષબાબુ તરફ માન અને સુભાષબાબુનો રોલ કર્યો હોવાથી હાજરી આપી હોવાની સ્પષ્ટતા પણ કરી. બે મોટાં માથાં તૈયાર ના થતાં છેવટે ભાજપે ‘બંગાલ કી બેટી’ મમતા સામે ઘરડા મિથુનને ‘બંગાલ કા બેટા’ બનાવીને ઉતારવો પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો