GSTV
Gujarat Government Advertisement

મોબાઇલ ટાવરથી દર મહિને થશે લાખો રૂપિયાની કમાણી, આવી રીતે કરો કંપની સાથે સંપર્ક

મોબાઇલ

Last Updated on April 10, 2021 by

દેશમાં દિવસે ને દિવસે મોબાઇલ ફોન યુઝરની સંખ્યા ઝડપથી વધી રહી છે. એવામાં સેલ્યૂલર કંપનીઓ વચ્ચે યુઝર સુધી પહોંચવાની સ્પર્ધા ચાલી રહી છે. કંપીનીઓ ઇચ્છે છે કે તેમને વધુમાં વધુ યુઝર્સ મળે. તેના માટે સિગ્નલને સુધારવા પડશે અને આ ત્યારે જ સંભવ છે, જ્યારે પાવરફુલ મોબાઇલ ટાવર હશે. ટાવર લગાવવા માટે જગ્યાની જરૂર હોય છે. તેને કંપનીઓ લોકો પાસેથી જ પ્રાપ્ત કરી શકે છે. ત્યારે મોબાઇલ ટાવર લગાવવા માટે જગ્યા આપવી એ ફાયદાનો સોદો સાબિત થાય છે. જાણો તેનાથી કેટલી કમાણી થાય છે.

મોબાઇલ

કેટલી કમાણી થાય છે?

મોબાઇલ ટાવરથી દર મહિને થતી કમાણી 8 હજારથી લઇ 1 લાખ સુધી હોઇ શકે છે. મુંબઈ અને દિલ્હી જેવી મેટ્રો સિટીમાં રેન્ટ લાખો રૂપિયા હોય છે. જોકે મંથલી ઇનકમ પ્રોપર્ટીની ઊંચાઈ, આકાર, ક્ષેત્રફળના હિસાબથી વધે-ઘટે છે. ઉદાહરણ માટે સેલ્યૂલર કંપનીઓ જંગલ અને સાર્વજનિક વિસ્તારને માનવ વસાહતવાળા વિસ્તાર કરતા વધુ મહત્વ આપે છે. કારણ કે માનવ વસાહતવાળા વિસ્તારમાં ચોરી, સ્વાસ્થ્યની સમસ્યા અથવા કેસના ભય હોય છે. જંગલ અને ખાલી પડેલી જમીન જે વસ્તીથી દૂર હોય, ત્યાં વધુ રેન્ટ મળે છે.

કેવી રીતે એગ્રીમેન્ટ થાય છે?

તેના માટે મોબાઇલ ટાવર એગ્રિમેન્ટ થાય છે, જે જમીન માલિક અને સેલ્યૂલર કંપનીઓ વચ્ચે હોય છે. આ એગ્રીમેન્ટ 12 મહિનાથી લઇ કેટલાક વર્ષો માટે હોઇ શકે છે. ફાયદો દેખાતા કંપનીઓ એગ્રીમેન્ટની મર્યાદાને વધારી પણ શકે છે.

મોબાઇલ

કંપનીઓ સાથે આવી રીતે સંપર્ક કરો?

મોબાઇલ ટાવર લગાવવા માટે લોકોને મોબાઇલ કંપનીઓ સાથે સીધો સંપર્ક કરવો પડે છે. ઓનલાઇન કંપનીનો સંપર્ક સાધી શકાય છે. ઇંડસ ટાવર, બ્યોમ આરઆઈએલ, ભારતી ઇન્ફ્રાટેલ અને અમેરિકન ટાવર કોર્પોરેશન આ કામને ઓનલાઇન કરે છે. આ કંપનીઓ વિશ્વના અનેક દેશોમાં મોબાઇલ ટાવર લગાવવાનું કામ કરે છે. જો તમારે ટાવર લગાવવાની ઈચ્છા છે, તો ટેલિકોમ્યૂનિકેશન ડિપાર્ટમેન્ટની વેબસાઇટ જોઇ શકાય છે, જ્યાં ટાવર લગાવતી કંપની અંગે જાણકારી આપવામાં આવે છે. ઓનલાઇન અરજીમાં કંપનીઓને કહેવાનું હોય છે. પછી કંપની જરૂરિયાત મુજબ તમને સંપર્ક કરી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો