Last Updated on March 29, 2021 by
મોબાઇલ ફોનની બેટરી ફાટવાથી 12 વર્ષના બાળકનું મોત નિપજ્યુ છે. ઘટના ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના મંટવાર ગામની છે. મોનુએ પોતાની માતાનો મોબાઇલ ચાર્જિંગમાંથી કાઢ્યો અને બેટરી કેટલી ચાર્જ થઇ છે તે જોવા માટે મોબાઇલમાંથી બેટરી કાઢીને જીભથી ચેક કરવા લાગ્યો. જેવી બેટરી તેની જીભને સ્પર્શી તેની લાળે મોબાઇલની બેટરીમાં એક સર્કિટ બનાવ્યુ અને બેટરીમાં બ્લાસ્ટ થઇ ગયો.
ફોનની બેટરી ચાર્જરથી ચાર્જ થઇ રહી હતી અને બેટરી કેટલી ચાર્જ થઇ તે મોનુ ચેક કરી રહ્યો હતો. પરંતુ બેટરીમાં બ્લાસ્ટ થઇ ગયો અને તે ગંભીર રૂપે ઘાયલ થઇ ગયો. તે બાદ તરત જ તેને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઇ જવામાં આવ્યો જ્યાં તેની હાલત લથડતાં ડોક્ટરોએ તેને જિલ્લા હોસ્પિટલ લઇ જવા કહ્યુ. સારવાર દરમિયાન તેનું મોત થઇ ગયુ. આવા પ્રકારની આ પહેલી ઘટના નથી જેમાં ફોનની બેટરી ફાટવાથી પહેલા પણ અનેક લોકો ઘાયલ થયા છે. જાન્યુઆરી 2019માં રાજસ્થાનમાં આ જ પ્રકારની એક ઘટના સામે આવી હતી જેમાં વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
રાખો આ વાતનું ખાસ ધ્યાન
ઘણીવાર લોકો મોબાઇલ ચાર્જ કરતાં પણ ફોનનો ઉપયોગ કરો છો. આ સૌથી ખતરનાક છે જો તમે પણ આવુ કરતાં હોય તો. ફોન ગરમ થઇ ગયા બાદ પણ લોકો વીડિયો જુએ છે, ગેમ રમે છે અથવા સતત વાત કરતાં રહે છે. તે પણ એક ખતરનાક સ્થિતિ છે. તેવામાં ક્યારેય તમારો ફોન બ્લાસ્ટ થઇ શકે છે. ફોનને પાસે રાખીને ક્યારેય ન સુવો. ક્યારેય ફોનને આખી રાત ચાર્જિંગમાં મુકીને ન સુવો. ફોનમાં સાધારણ બેટરીનો ઉપયોગ ન કરો.
અન્ય કોઇ ચાર્જરનો ઉપયોગ ન કરો
તમને ફોન સાથે જે ચાર્જર મળ્યું છે તેનો જ ઉપયોગ કરો. કંપની તમારા ફોનની ક્ષમતા અનુસાર ચાર્જર આપે છે. જો તમારી કંપનીના ફોનનું ચાર્જર ખરાબ થઇ ગયું છે તો નવુ ખરીદી લો પરંતુ કોઇપણ અન્ય કંપનીના ચાર્જરનો ઉપયોગ ન કરો. દરેક મોબાઇલના ચાર્ડિંગ સપોર્ટ કરવાની ક્ષમતા અલગ હોય છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31