Last Updated on March 27, 2021 by
જો તમે રાત્રે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હશો તો મોબાઇલની બેટરી ચાર્જ નહીં કરાવી શકો. જાહેર કરાયેલા નવા નિયમ મુજબ રાત્રે 11 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી મોબાઇલ બેટરી ચાર્જિંગ સુવિધાને બંધ કરી દેવામાં આવશે.
નવી વ્યવસ્થા અનુસાર ગોરખપુરથી ચાલતી ગોરખધામ, હમસફર, ગોરખપુર-ઓખા વગેરે પૂર્વોત્તર રેલવેની બધી જ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોમાં મોબાઇલ ચાર્જિંગ માટેની જે લાઇન છે તેની મેઇન સ્વિચને રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવશે. આ સમયે કોઇ મુસાફર પોતાનો મોબાઇલ ચાર્જ નહીં કરી શકે. જોકે તે પહેલા મોબાઇલ ચાર્જ થઇ શકશે.
એક નિવેદન અનુસાર ટ્રેનમાં રાત્રે શોર્ટ સર્કિટની કોઇ ઘટના ન ઘટે તેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનોમાં આગ લાગવાની મોટા ભાગની ઘટનાઓ શોર્ટ સર્કિટને કારણે થતી હોય છે. એવામાં મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટને કારણે પણ શોર્ટ સક્રિટ થઇ શકે છે. કોચમાં જે ખુલા ઇલેક્ટ્રિક વાયરો છે તેને કારણે પણ આ પ્રકારની ઘટનાઓ બને છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31