GSTV
Gujarat Government Advertisement

કોરોનાકાળમાં કોંગ્રેસ સરકારે બનાવેલી આ યોજના દેશવાસીઓ માટે ખૂબ કામમાં આવી, 11 કરોડ લોકોના ઘરના ચૂલા ચાલ્યા

Last Updated on April 2, 2021 by

વર્ષ 2020માં કોરોના વાયરસની મહામારીના કારણે લગાવેલા લોકડાઉન બાદ મોટી સંખ્યામાં મજૂરો રસ્તાઓ પર આવી ગયા હતા, પણ લોકોના આ ખરાબ સમયમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગેરેન્ટી સ્કીમ લોકોને ખૂબ કામમાં આવી છે. હાલમાં જ આવેલા એક રિપોર્ટથી જાણવા મળ્યુ છે કે, નાણાકીય વર્ષ 2020-21માં આ યોજના અંતર્ગત 11 કરોડથી વધારે લોકોને કામ આપવામાં આવ્યુ છે. ખાસ વાત તો એ છે કે, 2006-07માં શરૂઆત થયાં પહેલી વાર આ આંકડો પાર થયો છે.

કોરોના કાળમાં મનરેગા અંતર્ગત 11 કરોડથી વધારે લોકોએ લાભ લીધો

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 1 એપ્રિલનો ડેટા જણાવે છે કે, 11.17 કરોડ લોકોએ 2020-21માં આ યોજનાનો લાભ ઉઠાવ્યો હતો. સરખામણી અનુસાર હાલના ડેટા, 2013-14 અને 2019-20ની વચ્ચે આ યોજનાનો લાભ ઉઠવાનારા લોકોની સંખ્યા 6.21થી લઈને 7.88 કરોડ લોકોએ તેનો લાભ ઉઠાવ્યો છે. પણ મહામારીના કારણે વધેલી બેરોજગારીને કારણે 3 કરોડ વધારાના લોકોને ગ્રામિણ વિસ્તારમાં વધ્યા છે કે, જેમણે આ યોજનાનો લાભ લીધો હોય.

ડેટા અનુસાર 2020-21માં રેકોર્ડ 7.54 ગ્રામિણ પરિવારોએ મનરેગા અંતર્ગત કામ કર્યુ છે. આ આંકડા 2019-21 ના 5.48 કરોડમાં 5.5 કરોડની સાથે નોંધ કરવામાં આવી છે. અનુમાન છે કે, માર્ચના છેલ્લા અઠવાડીયામાં મસ્ટર રોલ અપડેટ થયાં બાગ લોકો અને પરિવારોની સંખ્યામાં વધારો થયો છે.

ગ્રામિણ વિસ્તારોમાં 100 દિવસની રોજગારી

આ યોજના અંતર્ગત અનસ્કિલ્ડ કામ કરતા ગ્રામિણ પરિવારને નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ વેતન મેળવવા માટે હકદાર છે. 2006-07માં દેશમાં અતિ પછાત એવા 200 ગ્રામિણ વિસ્તારમાં કોંગ્રેસ સરકારે મનમોહન સિંહની આગેવાનીમાં આ યોજના 2007-08માં 130 જિલ્લા વધાર્યા હતા. 2008-09 બાદ સમગ્ર દેશમાં તેને લાગૂ કરવામાં આવી. 2020-21માં 100 દિવસ કામ પુરુ કરનારા પરિવારનો આંકડો રેકોર્ડ 68.58 લાખ પર પહોંચી ગયો હતો. આ આંકડો 2019-20 અંતર્ગત 40.60 લાખ પરિવારથી 68.91 ટકા વધારે છે.

કોવિડ મહામારીના ધ્યાને રાખીને આર્થિક પેકેજમાં સરકાર તરફથી મનરેગા માટે વધારાના 40 હજાર કરોડના ફંડની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ કેન્દ્રીય બજેટમાં 2020-21માં 61 હજાર 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો