Last Updated on February 24, 2021 by
સોશિયલ મીડિયા પર એક સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં એવો દાવો કરવામાં આવે છે કે, સરકાર 30 વર્ષથી વધારે કામ ચુકેલી કર્મચારીઓને 1,20,000 રૂપિયા આપી રહી છે. વાયરલ ખબરમાં જણાવ્યા પ્રમાણે એક વેબસાઈટે દાવો કર્યો છે કે, શ્રમ અને રોજગાર મંત્રાલય 1990થી 2021 સુધી કામ કરી ચુકેલા કર્મચારીઓને 1.20 લાખ રૂપિયા આપી રહી છે. જો કે, હકીકતમાં આવુ કંઈ નથી અને આ સમાચાર તદ્દન ખોટા છે. ભારત સરકારના સત્તાવાર ટ્વિટર હૈંડલ પીઆઈબી ફેક્ટ ચૈકએ આ સમાચારને ખોટા સાબિત કર્યા છે. એટલા માટે આ સમાચારથી બચીને રહો, નહીંતર આપને થઈ શકે છે મોટુ નુકસાન.
એક ફેક વેબસાઈટના જણાવ્યા અનુસાર 1990થી 2021 સુધી કામ કરી ચુકેલા કર્મચારીઓને શ્રમ અને રોજગાર મંત્રાલય 1,20,000 રૂપિયા મેળવવાનો અધિકાર છે. રકમ મેળવવા માટે આપનું નામ વેબસાઈટ પર ચેક કરો. 1.20 લાખ રૂપિયા લેવા માટે ત્રણ આસાન પ્રશ્નોના જવાબ આપો.
A website is claiming that the Ministry of Labour and Employment is giving Rs 1,20,000 to employees who have worked from 1990 to 2021.#PIBFactCheck: This claim is #Fake. There is no such announcement by the @LabourMinistry.
— PIB Fact Check (@PIBFactCheck) February 24, 2021
Beware of such fraudulent websites! pic.twitter.com/Yox1Ko4V4z
પીઆઈબી ફેક્ટ ચૈકે આ વાયરલ પોસ્ટને ખોટી સાબિત કરી છે. પીઆઈબીએ લખ્યુ છે કે, આ ખોટો દાવો છે. ભારત સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
આપ પણ કરાવી શકો છો ફેક્ટ ચૈક
જો તમને પણ આવો કોઈ મેસેજ મળ્યો હોય તો આપ પણ પીઆઈબી પાસે ફૈક્ટ ચૈક કરાવી શકો છો, જેના માટે આપે https://factcheck.pib.gov.in/ અથવા વોટ્સએપ નંબર +918799711259 અથવા ઈમેલ-pibfactcheck@gmail.com પર મોકલી શકો છો. આ જાણકારી પીઆઈબીની વેબસાઈટ https://pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31