GSTV
Gujarat Government Advertisement

30 વર્ષોથી વધુ કામ કરનારા કર્મચારીઓને સરકાર આપી રહી છે 1,20,000 રૂપિયા , જાણો સમગ્ર માહિતી

Last Updated on February 25, 2021 by

સોશ્યલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જેમાં દાવો કરાયો છે કે, સરકાર 30 વર્ષથી વધારે કામ કરી ચૂકેલા કર્મચારીઓને 1,20,000 રૂપિયા આપી રહી છે. વાયરલ સમાચાર અનુસાર એક વેબસાઈટે દાવો કર્યો છે કે, શ્રમ તેમજ રોજગાર મંત્રાલય 1990થી 2021 સુધી કામ કરી ચૂકેલા કર્મચારીઓને 1.20 લાખ રૂપિયા આપી રહી છે. પરંતુ હકીકતમાં એવુ કંઈ થઈ રહ્યુ નથી. આ સમાચાર ખોટા છે. ભારત સરકારના અધિકારીક ટ્વિટર હેંડલ પીઆઈબી ફેકટ ચેકે જણાવ્યુ કે, આ સમાચાર ખોટા છે. જેથી આવા સમાચારોથી બચીને રહો, નહિ તો તમને મોટુ નુકશાન થઈ શકે છે.

બનાવટી વેબસાઇટ અનુસાર, 1990 થી 2021 સુધી કામ કરનારા કર્મચારીઓને શ્રમ અને રોજગાર મંત્રાલય પાસેથી 1,20,000 રૂપિયા લેવાનો અધિકાર છે. પૈસા મેળવવા માટે તમે વેબસાઇટ પર તમારું નામ ચકાસી શકો છો. 1.20 લાખ રૂપિયા ઉપાડવા માટેના ત્રણ સરળ પ્રશ્નોના જવાબ આપો.

પીઆઈબી ફેક્ટ ચેકને આ વાયરલ પોસ્ટ નકલી હોવાનું જણાયું છે. પીઆઈબીએ લખ્યું – આ દાવો નકલી છે. શ્રમ મંત્રાલય દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

તમે પણ કરી શકો છો ફેકટચેક

જો તમને પણ કોઈ આવો મેસેજ મળે છે તો તેને PIB પાસે ફેકટ ચેક માટે https://factcheck.pib.gov.in/ અથવા વ્હોટસેપ નંબર +918799711259 અથવા ઈ-મેઈલ pibfactcheck@gmail.com પર મોકલી શકો છો. આ જાણકારી PIBની વેબસાઈટ https://pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો