Last Updated on March 17, 2021 by
દેશમાં કરોડપતિ અને મધ્યમવર્ગીય પરિવારોમાં વધારો થયો છે. મંગળવારના રોજ જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, કોરોનાની મહામારી છતાં દેશમાં 4.12 લાખ નવા કરોડપતિ અને 6.33 લાખ નવા મધ્યમવર્ગીય પરિવારો વધ્યા છે. નવા કરોડપતિઓમાં 3000 પરિવાર એવા છે, જેમની નટવર્થ 1000 કરોડ રૂપિયાથી વધારે હતી અને સુપર રિચ શ્રેણીમાં શામેલ થઈ ગયા છે. નવા મધ્યમવર્ગીય પરિવારની વાત કરીએ તો, આ પરિવારમાં 20 લાખ રૂપિયાની વાર્ષિક સરેરાશ બચત નોંધાઈ છે.
દેશમાં આટલા પરિવાર અમીર, મધ્યમવર્ગના પરિવારો વધ્યા
સાથે જ તેમની પાસે પોતાનું મકાન અને મોંઘા વાહનો પણ હતા. જો કે, સામાન્ય મધ્યમવર્ગીય પરિવારની વાત કરીએ તો, તેમની સંખ્યા 5.64 કરોડ છે. જેમની વાર્ષિક કમાણી અઢી લાખ રૂપિયા છે અને કુલ સંપત્તિ 7 કરોડ રૂપિયાથી ઓછી છે. 16,933 કરોડ પતિ સાથે મુંબઈ સૌથી અમીર શહેર બની ગયુ છે.
દેશના સંપન્ન પરિવારો બે ભાગમાં વહેંચાયા
આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દેશના સંપન્ન પરિવારો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. જેમની આવક કંઈક કામ કરવાથી થતી હોય છે. સાથે જ તેમની પાસે ફિક્સ ડિપોઝીટ છે અને રિયલ એસ્ટેટ તથા શેરમાં રોકાણથી પણ તેમની આવક વધે છે. બીજા એ છે જે ખાનદાની સંપન્ન પરિવાર છે અને અમીરી તેમને વારસામાં મળી છે.તેમની પાસે રિયલ એસ્ટેટ તો છે જ, પણ જામેલો ધંધો પણ તેમને વારસામાં મળ્યો હોય છે. જેના કારણે તેમની આવક દરરોજ વધતી જ જાય છે. બીજૂ કે, તેમના જૂના પૈસા પણ શેર માર્કેટમાં લગાવેલા હોવાના કારણે ડિવેડંડના કારણે પરિવારની આવત વધતી જ જાય છે.
દેશના GDPમાં 6.16 ટકાનો ફાળો આપે છે આ અમીરો
આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મુંબઈમાં 16,933 કરોડપતિ પરિવાર છે. જે દેશના જીડીપીમાં લગભગ 6.16 ટકા યોગદાન આપે છે. 16 હજાર કરોડપતિ સાથે નવી દિલ્હી બીજા નંબરે છે, જ્યારે કલકત્તામાં 10 હજાર કરોડપતિ સાથે ત્રીજા નંબરે છે.
રિયલ એસ્ટેસ અને શેર બજારમાં રોકાણ સૌથી ઉત્તમ સાધન
આ રિપોર્ટમાં જણાવામાં આવ્યુ છે કે, જે અમીરો વચ્ચે આ સર્વે કરવામાં આવ્યો હતો, તેમાં 72 ટકાએ જણાવ્યુ હતું કે, 2019ની સરખામણીએ હવે વ્યક્તિગત અને વ્યવસાયિત જીવન, બંનેમાં ખુશ છે. તેમના માટે હંમેશાન માફક રિયલ એસ્ટેટ અને શેર બજારમાં રોકાણ માટે સૌથી સારૂ સાધન સાબિત થઈ રહ્યુ છે. જ્યારે તેમને વિદેશ પ્રવાસ માટે સ્વિટઝર્લેન્ડ અને અમેરિકા બાદ યુકે સૌથી પસંદના દેશો રહ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31