Last Updated on February 28, 2021 by
હરિયાણાના હિસારમાં ખાપ પંચાયતે કૃષિ કાયદા અને તેલના વધતા ભાવોના વિરોધમાં દૂધના ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. ખાપ પંચાયતે નિર્ણય કર્યો છે કે દૂધ 100 રૂપિયા પ્રતિ લીટર વેચવામાં આવે. જો કે આ નિર્ણય માત્ર બહાર અથવા ડેરીમાં વેચવા વાળા દૂધ પર હશે. ગામમાં એજ કિંમતે મળશે.
કો-ઓપરેટીવ સોસાયટીને મોંઘુ મળશે દૂધ
દૂધની કિંમત વધારવાનો નિર્ણય હરિયાણાના હિસાર જિલ્લાના નારનોદ કસ્બાની અનાજ મંડીમાં સતરોલ ખાપની પંચાયત પછી કરવામાં આવ્યો છે. સતરોલ ખપ પંચાયતના પ્રતિનિધિને જાણકારી આપતા કહ્યું, ‘અમે દૂધને 100 રૂપિયા પ્રતિ લીટર વેચવાનો નિર્ણય કર્યો છે. અમે ડેરી ખેડૂતોને અપીલ કરીએ છે કે સરકારી કો-ઓપરેટીવ સોસાયટીને આ જ ભાવે દૂધ આપવામાં આવશે.’
3 મહિનાથી જરૂરી છે ખેડૂતોનું આંદોલન
નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતનું પ્રદર્શન લગભગ ત્રણ મહિનાથી ચાલુ છે અને ખેડૂતો દિલ્હીની તમામ બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. તેમજ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે કોઈ ફેરફાર થયો નથી, પરંતુ ફેબ્રુઆરી માસમાં પેટ્રોલ ડીઝલ લગભગ 5 રૂપિયા પ્રતિ મોંઘુ થયું છે. દિલ્હીમાં ફેબ્રુઆરીમાં પહેલા દિવસે 86.30 રૂપિયા પ્રતિ વેચાયું જયારે આજે એની કિંમત 91.17 રૂપિયા લીટર છે. આમ પેટ્રોલ 4 રૂપિયા 87 પૈસા મોંઘુ થયું. ત્યારે ડીઝલ 4 રૂપિયા 99 પૈસા મોંઘુ થયું છે. 1 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ડીઝલની કિંમત 76 રૂપિયા અને 48 પૈસા લીટર હતી જે આજે 81 રૂપિયા 47 પૈસા લીટર સુધી પહોંચી ગઈ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31
.