GSTV
Gujarat Government Advertisement

માઈક્રોમેક્સનો નવો સ્માર્ટ ફોન 19 માર્ચે ભારતમાં થશે લોન્ચ, કિંમતમાં કેટલો સસ્તો અને શું છે ફિચર્સ?

Last Updated on March 13, 2021 by

માઈક્રોમેક્સ ભારતમાં એક નવો સ્માર્ટ ફોન લોન્ચ કરવા જઈ રહ્યો છે. આ ફોન Micromax In 1 હશે જેને 19 માર્ચે લોન્ચ કરવામાં આવશે. માઈક્રોમેક્સની ભારતીય સ્માર્ટફોન બજારમાં વાપસી થયા પછી કંપનીનો આ ત્રીજો સ્માર્ટ પોન હશે. આ પહેલા કંપનીએ in1b અને In Note1 સ્માર્ટફોનને લોન્ચ કર્યા હતા.

એક ઓનલાઈન ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે

માઈક્રોમેક્સે પોતાની ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી આ જાણકારી આપી છે કે માઈક્રોમેક્સ ઈન1 ભારતમાં 19માર્ચે લોન્ચ થશે. ફોનને લોન્ચ કરવા માટે એક ઓનલાઈન ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે, જેની શરૂઆત બપોરના 12 વાગ્યાથી થશે. આશા છે કે આ સ્માર્ટફોન પણ કંપનીના જૂના સ્માર્ટ પોનની જેમ બજેટ રેન્જવાળા હશે.

નવા સ્માર્ટ ફોનની બજેટ રેન્જને લઈને લોકોને આશા

જણાવી દીએ કે Micromax In Note1 ભારતમાં 10999 રૂપિયાની શરૂઆતી કિંમતોમાં અને Micromax In1bને 6,999 રૂપિયાની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો હતો. એવામાં નવા સ્માર્ટ ફોનની બજેટ રેન્જને લઈને લોકોને આશા છે. હાલમાં નવા ફોન બાબતે કંપની દ્વારા વધુ માહિતી આપવામાં આવી નથી. પરંતુ એ પણ આશા છે કે આ અપકમિંગ ફોનમાં કોઈ નવો 5G ફોન હોઈ શકે. કારણ કે ગત મહિને શરૂઆતમાં કો ફાઉન્ડર રાહુલ શર્માએ એક વિડીયોમાં જણાવ્યું હતું કે તેમની કંપની એક નવા 5જી ફોન પર કામ કરી રહી છે.

કંપની એક નવા ફોન પર કામ કરી રહી

આ પહેલા પણ માઈક્રોમેક્સે એ કન્ફર્મ કર્યું હતું કે કંપની એક નવા ફોન પર કામ કરી રહી છે. જેમાં 6 જીબી રેમ, હાઈસ્ક્રીન રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને લિક્વિડ કૂલિંગ ટેકનોલોજી આપવામાં આવશે. સાથે નેટફ્લિક્સ જેવી એપ્સમાં એચડી વિડિયો પ્લેબેક માટે Windevine L1 સપોર્ટ આપવામાં આવશે. એવામાં આ in 1 પણ હોઈ શકે છે. Micromax In 1 ની એન્ટ્રી ફક્ત MediaTek Dimensity પ્રોસેસર અથવા ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 480 પ્રોસેસર સાથે લોન્ચ કરી શકાય છે. આશા છે કે આવનારા દિવસોમાં તેનું ટીઝર્સ જારી કરી શકાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો