Last Updated on March 14, 2021 by
દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે, તેઓ તેમની આવકનો થોડોક હિસ્સો જમા કરે અથવા તો રોકાણ કરે. એમાંય ખાસ બાબત એ છે કે, હવે માર્કેટમાં રોકાણ કરવાની ઘણી રીતો આવી ગઇ છે જેથી તમે ઓછામાં ઓછાં રૂપિયા જો તમે ઇચ્છો તો રોકાણ કરી શકો છો. તમે માત્ર 100 રૂપિયામાં જ રોકાણ કરો તો તમે એવું પણ કરી શકો છો. તમે દર મહિને આશરે સો રૂપિયાની પણ બચત કરીને રોકાણ કરી શકો છો અને તેનું રિટર્ન પણ સારું એવું મળે છે.
એ માટે, તમે માઇક્રો-એસઆઈપીનો સહારો લઈ શકો છો. તમે માઇક્રો એસઆઈપી કરાવી શકો છો અને એ દ્વારા તમે 100 રૂપિયાથી રોકાણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે 100 રૂપિયાનું નાનું રોકાણ પણ તમને લાંબા સમયે લાખો રૂપિયા આપી શકે છે. આ નવી પ્રકારની
માઇક્રો-એસઆઈપી એ રોકાણની એક નવી પદ્ધતિ છે, જે ફક્ત મ્યુચ્યુઅલ ફંડ જ છે. ત્યારે અહીં જાણીશું કે આખરે આવી સ્થિતિમાં, તમે કેવી રીતે રોકાણ કરી શકો….
કેટલો ફાયદો થઇ શકે?
જો તમે દર મહિને 100 રૂપિયાની એસઆઈપી કરો છો, તો એક વર્ષમાં તમે 1200 રૂપિયા જમા કરશે. તેને જોતા આવનારા 20 વર્ષમાં આ રકમ 24000 રૂપિયા સુધીની થઈ જશે. હવે જો તમે દર વર્ષે આ રકમ પર 12 ટકા સુધીના રિટર્નને માનો છો તો આ રકમ 98925 રૂપિયા થઇ જશે. આ કિસ્સામાં, 30 વર્ષ પછી તે અંદાજે 3.5 લાખ રૂપિયા હશે. એ જ સમયે, જો તમે 50 વર્ષમાં તેને જોશો તો તે 39 લાખ રૂપિયા હશે.
જ્યાં તમે તમારી અનુકૂળતા મુજબ મ્યુચ્યુઅલ ફંડમાં સાપ્તાહિક અથવા માસિક અંતરાલમાં ચોક્કસ રકમનું રોકાણ આપોઆપ કરી શકો છો. તે એક આરડી જેવું છે. માઇક્રો એસઆઈપી એવા લોકો માટે છે કે જેમની પાસે રોકાણ માટે મોટી રકમ નથી. તેઓ ઓછી આવકના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે, તે વિદ્યાર્થીઓ અને બાળકો પોકેટ મની પ્રાપ્ત કરે છે તો તેમની માટે પણ આ એક સરસ યોજના છે.
500 રૂપિયાથી પણ શરૂ થઈ શકે
એસઆઈપી દ્વારા તમને થોડા વર્ષોમાં સારું વળતર મળી શકે છે. એ માટે, તમે મહિનામાં ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરી શકો છો. આનંદ રાઠી વેલ્થ મેનેજર્સના ડેપ્યુટી સીઈઓ ફિરોઝ અઝીઝના કહેવા પ્રમાણે, જો તમે દર મહિને 1000 રૂપિયા રોકાણ કરો છો, તો તમે 20 વર્ષમાં 20 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. જો કોઈ સતત 20 વર્ષ સુધી એસઆઈપી મારફત દર મહિને માત્ર 1000 રૂપિયાનું રોકાણ કરે છે, તો 20 વર્ષમાં, તમે 20 લાખ રૂપિયા સુધીનું કોર્પસ જમા કરી શકો છો. આ સાથે જો તમે આ રોકાણ આગામી 30 વર્ષ માટે કરો છો તો 30 વર્ષ પછી તમને 50 લાખ રૂપિયા મળી શકે છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31