Last Updated on March 21, 2021 by
ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન માઈકલ વૉન ટીમ ઇન્ડિયાના ફેન થઇ ગયા છે. વૉને ટી-20 સિરીઝ જીતનાર ભારતીય ટીમના વખાણ કર્યા છે. કોહલીની કેપ્ટનસીમાં ટીમ ઇન્ડિયાએ શનિવારે રમાયેલા ટી 20 સિરીઝની અંતિમ પાંચમી મેચમાં ઇંગ્લેન્ડને 36 રને હરાવી 5 મેચોની સિરીઝ પર 3-2ની લીડથી પોતાને નામ કરી દીધી હતી. આ પહેલા ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ સિરીઝ પણ 3-1થી જીતી લીધી હતી.
ટ્વીટ કરી ટીમ ઇન્ડિયાના કર્યા વખાણ
ટી-20 સિરીઝની અંતિમ મેચ બાદ માઈકલ વૉને ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે ટીમ ઇન્ડિયાએ આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શ્રેષ્ઠ ટીમ જીતી છે. જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને પણ આ ટીમમાં સામેલ કરી દો તો ઇન્ડિયન કન્ડિશનમાં આ ટીમ તો 20 વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. વૉને કહ્યું ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝ શાનદાર રહી.
ભારતમાં રમાશે ટી-20 વિશ્વકપ
જણાવી દઈએ કે આઈસીસી ટી-20 વિશ્વકપ આ વર્ષે નવેમ્બરમાં રમાનાર છે. ટુર્નામેન્ટ ભારતમાં રમાશે. વર્લ્ડ કપ ભારતમાં રમાશે. વિશ્વકપ પહેલા ટીમ ઇન્ડિયાનું શાનદાર ફોર્મ ચાલી રહ્યું છે. તે સતત 6 ટી-20 સિરીઝ જીતી ચુકી છે. ઇંગ્લેન્ડ પહેલા તેણે ઓસ્ટ્રેલિયાને હાર આપી હતી. ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ટી 20 સિરીઝને ટીમ ઇન્ડિયાએ 2-1થી જીતી લીધી હતી. સતત જીત બાદ ટીમ ઇન્ડિયા ટી 20 વિશ્વકપ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.
રોહિત-કોહલીની ઓપનિંગ ભાગીદારી પર કર્યું હતું ટ્વીટ
આ પહેલા માઈકલ વૉને રોહિત શર્મા અને વિરાટ કોહલીની ઓપનિંગ જોડીને લઈને ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે વિરાટ કોહલી અને રોહિત શર્માથી વધુ સારી ઓપનિંગ જોડી હાલના સમયમાં કોઈ નથી. આ જોડી એવી જ છે જેવી સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગની હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31