GSTV
Gujarat Government Advertisement

Sarkari Naukri, MES Recruitment 2021: સરકારી નોકરીની સોનેરી તક, સુપરવાઈઝર અને ડ્રાફ્ટ્સમેન માટે આવી છે ભરતી

Last Updated on March 23, 2021 by

મિલિટ્રી એન્જીનિયર સર્વિસિઝે પોતાની ઓફિશીયલ વેબસાઈટ ઉપર સુપરવાઈઝ અને ડ્રાફ્ટ્સમેન માટે ભરતી કરવા માટે ઓનલાઈન અરજી માટે આમંત્રિત કર્યાં છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવારોએ 12 એપ્રીલ 2021ના રોજ કે તે પહેલા mes.gov.in ઉપર દેવામાં આવેલા પદો ઉપર અરજી કરી શકો છો. તેના માધ્યમથી 502 ખાલી પડેલી જગ્યાઓને ભરવામાં આવશે. જેમાં 450 ખાલી જગ્યા સુપરવાઈઝની છે અને 52 ખાલી જગ્યા ડ્રાફ્ટ્સમેનની છે. ઓએમઆર આધારિત ભરતી પરીક્ષા 16 મે, 2021ના આયોજીત કરવામાં આવનારી છે.

મહત્વની તારીખો

એપ્લીકેશન ફોર્મ જમા કરવાની શરૂઆત – 22 માર્ચ, 2021
એપ્લીકેશન ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ – 12 એપ્રીલ, 2021
મિલિટ્રી એન્જીનિયર સર્વિસીઝની પરીક્ષાની તારીખ – 16 મે, 2021

શૈક્ષણિક યોગ્યતા

ડ્રાફ્ટ્સમેનઃ આ પદો માટે અરજી કરનારા ઉમેદવારો પાસો કોઈ માન્યતા પ્રાપ્ત યુનિ. પાસેથી આર્કિટેક્ચરલ અસિસ્ટેંટશિપમાં ડિપ્લોમાં કરેલું હોવું જોઈએ.

સુપરવાઈઝરઃ આ પદો ઉપર અરજી કરનારા ઉમેદવારોની પાસે અર્થશાસ્ત્ર કે વાણિજ્ય કે સ્ટેટિસ્ટિક્સ, વ્યાવસાયિક અધ્યયન કે સાર્વજનિક પ્રશાસનની સાથે માસ્ટર થયેલા હોવા જોઈએ અને અર્થશાસ્ત્ર કે વાણિજ્ય કે આંકડાકીય,વ્યાવસાયિક અધ્યયન કે સાર્વજનિક પ્રશાસનમાં એક વર્ષનો અનુભવ અથવા સ્નાક હોવા જોઈએ. તે સિવાય મેટેરિયલ મેનેજમેન્ટ, વેયરહાઉસિંગ મેનેજમેન્ટ, ખરીદ લોજિસ્ટિકમાં ડિપ્લોમાં કે બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.

અરજીની ફી

ઉમેદવારોએ રજીસ્ટ્રેશન માટે 100 રૂપિયાની ચૂકવણી કરવી પડે છે. જો કે, મહિલા, એસસી, એસટી, પીડબલ્યુડી, ઈએસએમ ઉમેદવારોને અરજી ફીમાંથી છુટ દેવામાં આવી છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો