Last Updated on March 10, 2021 by
અમેરિકન ચેટ શો ઓપ્રાહ વિન્ફ્રેમાં પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેઘને આપેલા વિસ્ફોટક ઇન્ટરવ્યુએ સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. આ ઇન્ટરવ્યુએ દર્શાવ્યું કે શાહી પરિવાર જેવી સંસ્થા આધુનિકતાને અપનાવવાના મોરચે કેવો સંઘર્ષ કરી રહી છે.તેની સાથે તે રંગભેદ અને મહિલાઓ પ્રત્યેના કઠોર વ્યવહારમાંથી ઊંચી આવી નથી, તેમનું રીઢાપણુ એટલી હદ સુધીનું છે કે તેમના જ રાજકુમારની પત્નીને આત્મહત્યા સુધીના વિચારો આવી જાય છે. આ ઇન્ટરવ્યુએ સમગ્ર વિશ્વની પ્રજાને પણ આ મુદ્દે વિભાજીત કરી દીધી છે.
હેરી-મેઘનના બાળકના રંગ સામે રાજ પરિવારમાં કોને વાંધો હતો તે રહસ્ય !
આ ઇન્ટરવ્યુમાં પ્રિન્સ હેરીની પત્ની મેઘને જણાવ્યું હતું કે તે રોયલ કુટુંબમાં એકલીઅટૂલી પડી ગઈ હતી કે તેને આત્મહત્યાના વિચાર આવતા હતા આ સિવાય તેમના કુટુંબના એક સભ્યને તેના પ્રથમ ન જન્મેલા બાળકની ચામડીના રંગ અંગે ચિંતા હતી.
આ કુટુંબના સભ્યનું નામ લેવાયું ન હોવાથી તે કોણ હોઈ શકે તેના અંગેની અટકળોએ વેગ પકડયો છે. સમગ્ર વિશ્વના લોકો આ ઇન્ટરવ્યુ અંગે પૂછી રહ્યા છે અને કેટલાય દેશોના નાગરિકો આ અંગે તેના અભિપ્રાય આપી રહ્યા છે. ઘાનામાં એકર ખાતેના દેવિનિયા કુજોએ જણાવ્યું હતું કે રોયલ કુટુંબને ન જન્મેલા સભ્યના રંગ અંગે ચિંતા હતી આ બાબત કોમનવેલ્થના લોકોનું અપમાન કરનારી છે, જેના વડા તરીકે ક્વીન પોતે છે.
આ બધા દેશો ભૂતકાળમાં બ્રિટિશરોની માલિકીના સંસ્થાન હતા. તેણે કહ્યું હતું કે આ તો રીતસરનો રંગભેદ છે. કોમનવેલ્થમાં એકબાજુએ વ્હાઇટ અને બ્લેકની એક્તાની વાત કરવામા આવે છે અને બીજી બાજુએ આ પ્રકારની વાત સાંભળીને લાગે છે કે અમને જાણે કમરની નીચે કોઈએ બરોબરનો ફટકો માર્યો છે.
આ ઇન્ટરવ્યુના લીધે શાહી કુટુંબની છાપ ખરડાઈ
કેન્યાના નૈરોબીની રેબેકા વાંગરેએ મેઘનને 21મી સદીની મજબૂત મહિલા કહી હતી. તેણે એકદમ ઊંચા સ્તરે રંગભેદનો સામનો કર્યો છે. આ ઇન્ટરવ્યુના લીધે શાહી કુટુંબની છાપ ખરડાઈ છે. અગાઉ પણ ડાયેનાના મૃત્યુને લઈને રાજકુટુંબ વિવાદમાં આવ્યું હતું. આમ હવે આ નવો ફણગો ફૂટયો છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને આ અંગે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે.
તેમણે ક્વીનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે જ્યારે શાહી કુટુંબની વાત આવે છે ત્યારે વડાપ્રધાન કશું કહેવાનું હોતું નથી. આ અંગે રાષ્ટ્રપતિ જો બિડેન અને પત્ની જિલના પ્રત્યાઘાત અંગે પૂછવામાં આવતા તેની પ્રવક્તા જેન પ્સાકીએ જણાવ્યું હતું કે મેઘનનો નિર્ણય દર્શાવે છે કે તેમનું માનસિક આરોગ્ય હિંમતવાન નિર્ણય લઈ શકવાની સ્થિતિમાં છે અને રાષ્ટ્રપતિ પોતે પણ આ પ્રકારના નિર્ણયોમાં માને છે.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન માલ્કમ ટર્નબુલે જણાવ્યું હતું કે આ ઇન્ટરવ્યુના લીધે ઓસ્ટ્રેલિયાએ બ્રિટિશ રાજાશાહી સાથે તેનો બંધારણીય છેડો ફાડી નાખજો જોઈએ તે દલીલનું સમર્થન કરે છે. ટર્નબુલ એપ્રિલ 2018માં દંપતીને મળ્યા હતા. બ્રિટીશ શાહી પરિવાર આજે પણ ઓસ્ટ્રેલિયાના રાજ્યના વડા ગણાય છે. ટર્નબુલ ઓસ્ટ્રેલિયાનો નાગરિક જ ઓસ્ટ્રેલિયાનો વડો હોય તેના સમર્થક છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31