GSTV
Gujarat Government Advertisement

VIDEO: સાયકલ પર યોગા કરતી આ યુવતીને જોઈ લોકોની આંખો પહોંળી થઈ ગઈ, સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહ્યા છે વખાણ

Last Updated on March 10, 2021 by

સાયકલ અને બાળપણની દોસ્તી ખૂબ પાક્કિ માનવામાં આવે છે. ભલે પૈડલ સુધી પગ ન પહોંચતા હોય પણ સાયકલ ચલાવવી એટલે ચલાવવી. જો કે, બાળક જ્યારે સાયકલ ચલાવવાનું શિખી જાય છે, ત્યારે તે સ્ટંટબાજ પણ બની જાય છે. ત્યારે હાલમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવતી અલગ અલગ પ્રકારના શાનદાર સ્ટંટ કરતી જોવા મળે છે. એક 26 વર્ષિય યુવતીએ પોતાની શાનદાર સાઈકલિંગ સ્કિલ્સના કારણે સમગ્ર દુનિયાને હૈરાન કરી છે. તે સાયકલ પર યોગા અને કસરત ઉપરાંત અલગ અલગ પ્રકારના સ્ટંટ કરતી જોવા મળે છે.

આ સ્ટંટબાજનું નામ છે…

આ સ્ટંટબાજ યુવતીનું નામ છે Viola Brand. જે ફક્ત 26 વર્ષની જ છે. Viola Brandનો જન્મ 28 જૂન 1994ના રોજ જર્મનીના Schorndorf શહેરમાં થયો છે.

Violaના મોટા ભાઈ પણ Artistic Cycling કરતા હતા. સૌથી મજેદાર વાત તો એ છે કે, આ બંને ભાઈ બહેનની કોચ તેની માતા છે. Viola એ 6 વર્ષની ઉંમરથી તેના માટે ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યુ હતું.

હાલમાં Viola, Hohenheim યુનિવર્સિટીમાં ક્લિનિકલ ન્યૂટ્રિશિયનનો અભ્યાસ કરી રહી છે. ફેબ્રુઆરી 2021 સુધીમાં તે પોતાની માસ્ટર ડિગ્રી માટે થિસિસ લખી રહી છે.

તેણે 15 વર્ષની ઉંમરમાં જ જર્મન નેશનલ સ્પોર્ટ ટીમનો ભાગ બની અને વર્ષ 2012માં જૂનિયર યુરોપિયન ચેમ્પિયનશિપ પોતાને નામે કરી.

Viola સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે ઈંસ્ટાગ્રામ અને ફેસબુક પર violalovescycling નામથી વેરિફાઈડ પેજ છે. જ્યાં તેને 4 લાખથી વધારે લોકો ફોલો કરે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો