GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો/ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવડાવતી વખતે આ ખાસ સર્ટિફિકેટની પડશે જરૂર! નહીંતર અટકી પડશે તમારુ કામ

લાયસન્સ

Last Updated on April 8, 2021 by

હવે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કામ સરળ થઇ ગયું છે. સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવતા ઑનલાઇન પ્રોસેસ પર જોર આપ્યું છે. તેવામાં હવે અરજદારોએ આરટીઓના વધુ ધક્કા ખાવાની જરૂર નથી અને તમે સરળતાથી ઑનલાઇન માધ્યમથી લાયસન્સ માટે અપ્લાય કરી શકો છો. આ પ્રક્રિયામાં તમારે ઑનલાઇન માધ્યમથી જ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય છે. તેમાં તમારી પર્સનલ જાણકારીને લગતા દસ્તાવેજ સાથે એક મેડિકલ સર્ટિફિકેટ પણ હોય છે.

જી હા, જ્યારે તમે ઑનલાઇન માધ્યમથી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવો છો તો તમારી પાસે મેડિકલ સર્ટિફિકેટ માગવામાં આવશે.  જો તમે પહેલીવાર અપ્લાય કરી રહ્યાં છો તો તમારે આ સર્ટિફિકેટ જમા કરાવવુ જોઇએ. ચાલો તમને જણાવીએ કે આ મેડિકલ સર્ટિફિકેટ ક્યાં બને છે અને તેને બનાવવાની આખી પ્રોસેસ શું છે. તે બાદ તમને લાયસન્સ બનાવડાવવામાં કોઇ સમસ્યા નહીં થાય…

ડ્રાઇવિંગ

શું છે સમગ્ર પ્રોસેસ

મેડિકલ સર્ટિફિકેટ બનાવડાવવા માટે સૌથી પહેલા તમારે ઑફિશિયલ વેબસાઇટ parivahan.gov.in  અથવા vahan.nic.in પર જઇને તેનું ફોર્મ ડાઉનલોડ કરવાનું છે. જો તમે parivahan.gov.in દ્વારા ફોર્મ ડાઉનલોડ કરવા માગો છો તો સૌપ્રથમ informational Servicesમાં જઇને Download Forms પર ક્લિક કરો. તે બાદ અહીં અનેક પ્રકારના ફોર્મ જોવા મળશે. તેમાં તમારે બે ફોર્મ ડાઉનલોડ કરવાના છે.

લાયસન્સ

આ રીતે ભરો ફોર્મ

એક તો તમારે ફોર્મ-1 અને ફોર્મ-1 એ ડાઉનલોડ કરવાનું છે. આ મેડિકલ સર્ટિફિકેટનું ફોર્મ છે. તે બાદ બંને ફોર્મની પ્રિન્ટ આઉટ લઇને તેમાં ફોર્મ 1 તમારે ભરવાનું છે. તેમાં માંગવામાં આવેલી વિગતો ભરી દો. તે બાદ સાઇન કરી દો અને આ ફોર્મમાં કંઇ કરવાનું નથી કારણ કે આ એક રીતે સેલ્ફ ડિક્લેરેશન જ છે.

આ ઉપરાંત બીજુ ફોર્મ એટલે કે ફોર્મ-1એને ભરતી વખતે તમારે અનેક વાતોનું ધ્યાન રાખવાનું છે. તેના માટે પ્રિન્ટ આઉટ કરેલા ફોર્મમાં ફોટો વાળા બોક્સ અને નીચે જ્યાં અધિકારીઓની સાઇન કરાવવાની છે, ત્યાં એક ફોટો ચોંટાડવાનો છે. આ ફોર્મમાં તમારે તમારા તરફથી કોઇ પણ જાણકારી નથી ભરવાની અને તેને ફોટો ચોંટાડવા સિવાય ખાલી જ રાખવાનું છે. આ ફોર્મ ચીફ મેડિકલ ઑફિસથી ભરાવાનું હોય છે, જ્યાં ડોક્ટર તમારા સ્વાસ્થ્ય પ્રમાણે તે ભરે છે, જેમાં તમારી આંખોનું વિઝન પણ જોવામાં આવે છે. ડોક્ટર પોતાના હિસાબે આ ફોર્મ ભરે છે. તમે કોઇ સરકારી હોસ્પિટલમાંથી આ ભરાવી શકો છો.

લાયસન્સ

કયા લોકોને પડે છે જરૂર?

તેમાં ફોર્મ-1ની જરૂર દરેક વ્યક્તિને પડે છે. તમે લર્નિંગ લાયસન્સ માટે અપ્લાય કરો કે પછી લાયસન્સ રિન્યૂ કરવા માટે અપ્લાય કરો, તમારે આ ફોર્મ ભરવુ જરૂરી છે. સાથે જ તમારી ઉંમર 40 વર્ષથી વધુ થઇ ગઇ છે તો તમારે બીજુ ફોર્મ ભરાવવુ જરૂરી છે. બીજા ફોર્મને બધાએ ભરવાનું નથી. તેને ત્યારે જ ભરવામાં આવે છે, જ્યારે અરજદારની ઉંમર 40થી વધુ હોય. સાથે જ જો લાયસન્સ રિન્યૂ કરાવી રહ્યાં છો તો અને ઉંમર 50થી વધુ હોય તો પણ તમારે આ ફોર્મ ભરવાનું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો