Last Updated on March 3, 2021 by
દિલ્હી મ્યુનિ.ના 5 વોર્ડમાં થયેલ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 4 વોર્ડમાં જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને એક વોર્ડમાં જીત મળી અને ભાજપને એક પણ બેઠક ના મળી. આમ આદમી પાર્ટીએ ભાજપના કબ્જાવાળી શાલીમાર બાગ વોર્ડમાં જીત મેળવી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ ચૌહાણ બાંગર બેઠક ગુમાવી, જ્યાં કોંગ્રેસે જીત મેળવી છે. આ પેટાચૂંટણીના પરિણામોને આગામી વર્ષે યોજાનાર મ્યુનિસિપાલિટી ચૂંટણી અગાઉ મહત્ત્વપૂર્ણ માનવામા આવી રહ્યાં છે.
સમ ખાવા પુરતા કોંગ્રેસના એક માત્ર ઉમેદવાર જીત્યા
કલ્યાણપુરી વોર્ડમાં આપના ધીરેન્દ્ર કુમારે ભાજપના સિયા રામને માત આપી હતી. જ્યારે રોહિણી-સી વોર્ડમાં આપના રામચંદ્રએ જીત મેળવી. શાલીમાર બાગથી આપના ઉમેદવાર સુનીતા મિશ્રાએ જીત મેળવી. ત્રિલોકપુરીમાં પણ AAP એ જીત મેળવી હતી. માત્ર ચૌહાણ બાંગર વોર્ડમાં આમ આદમી પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના જુબૈર ચૌહાણે આપના પૂર્વ ધારાસભ્ય હાજી ઈશરાકને માત આપી હતી.
ભાજપ હારવા છતાં બચાવ કરતી દેખાઈ
ગત વખત કરતા કલ્યાણપુરીમાં ભાજપની હારનું અંતર 10 ગણું વધી ગયું છે. અહીં ભાજપના ઉમેદવાર સિયારામ કનોજીયાએ હાર માટે કોંગ્રેસને દોષ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. જેના વોટ આમ આદમી પાર્ટી તરફ ડાયવર્ટ થયા છે. આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન નથી કર્યું, કોંગ્રેસે ખરાબ પ્રદર્શન કર્યું છે.’
2022માં તમામ વોર્ડમાં થશે ચૂંટણી, આ ચૂંટણી છે સેમિફાઈનલ
MCD ની પેટાચૂંટણીમાં 5 માંથી 4 બેઠકો પર આમ આદમી પાર્ટીએ જીત મેળવતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘દિલ્હીમાં 5 વોર્ડની પેટાચૂંટણીમાંથી 4 બેઠકો પર આપનો વિજય થતા જોઈ શકાય છે કે, લોકો આમ આદમી પાર્ટીના કામથી ખુશ છે. જ્યારે ભાજપને શૂન્ય બેઠક મળી તે દેખાડે છે કે, ભાજપના 15 વર્ષના કામથી લોકો ઘણા નારાજ છે. દિલ્હીમાં ચારેય તરફ MCDએ ગંદકી ફેલાવી રાખી છે. MCD માં મોટાપાયે ભ્રષ્ટાચાર જોવા મળે છે. લોકો ઈચ્છે છે કે દિલ્હી સરકાર જે રીતે સારું કામ કરી રહી છે, એ રીતે MCDમાં પણ સારું કામ થાય.’
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31