GSTV
Gujarat Government Advertisement

વિવાદ : સુપ્રીમના આ સૂચનને સરકારો માનશે તો માત્ર આ જ અનામત રહી જશે, 5 જજોની બેન્ચમાં ચાલી રહી છે સુનાવણી

supreme court

Last Updated on March 27, 2021 by

હાલ સુપ્રીમ કોર્ટમાં મરાઠા અનામત મામલે સુનાવણી ચાલી રહી છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બધી જ અનામત દુર થઇ શકે અને માત્ર આર્થિક રીતે નબળા વર્ગની અનામત જ રહી શકે છે. પણ આમ કરવું કે નહીં તે સરકારના હાથમાં છે. પાંચ જજો અશોક ભુષણ, એલ. નાગેશ્વર રાવ, એસ. અબ્દુલ નઝીર, હેમંત ગુપ્તા, એસ. રવિન્દ્ર ભટની બંધારણીય બેંચે કહ્યું હતું કે જાતી આધારીત અનામત રાખવી જોઇએ કે નહીં તે સરકારને નક્કી કરવાનું હોય છે. કેમ કે આ પોલીસી આધારીત મામલો છે જે સંસદ હેઠળ આવે છે.

બધી જ અનામત જતી રહે અને માત્ર ઇકોનોમિકલી વીકર સેક્શન્સ (ઇડબલ્યુસી) અનામત જ રહે તેની એક શરૂઆત થઇ શકે

સાથે બેંચે એમ પણ કહ્યું હતું કે બધી જ અનામત જતી રહે અને માત્ર ઇકોનોમિકલી વીકર સેક્શન્સ (ઇડબલ્યુસી) અનામત જ રહે તેની એક શરૂઆત થઇ શકે છે. આ નિવેદન પાંચ જજોની બેંચમાં સામેલ ન્યાયાધીશ અશોક ભુષણે કર્યું હતું. તેઓએ મૌખીક રીતે આ નિવેદન આપ્યું હતું.

અનામત

અનામતનો આ વિવાદ મરાઠા અનામતને કારણે ઉઠયો

હાલ સુપ્રીમ કોર્ટમાં અનામતના 50 ટકાની મર્યાદા અંગે અગાઉ જે ચુકાદો આપ્યો તે અંગે પણ વિચારણા ચાલી રહી છે. અનામતનો આ વિવાદ મરાઠા અનામતને કારણે ઉઠયો છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા અપાયેલી આ અનામતને સુપ્રીમમાં પડકારવામાં આવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો