Last Updated on March 6, 2021 by
બદલાતા મૌસમમાં ગળાને રાહત આપવા માટે કેટલાય પ્રકારના ડ્રિંક્સ આવે છે. કેટલાય લોકોને સ્મૂદી ખૂબ પસંદ આવે છે. સ્મૂદી અમેરિકામાં લોકપ્રિય ડ્રિંક છે. સ્મૂદીને ફળ, વેનીલા આઈસ્ક્રિમ, દૂધ અથવા દહીંની સાથે મિક્સ કરીને બનાવામાં આવે છે. જેનું ટેક્સચર ખૂબ જ થિક હોય છે. આજ કારણ છે કે, તેનો સ્વાદ પણ ખૂબ જ શાનદાર લાગે છેચ ગરમીની સિઝનમાં કેરીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તથા પાઈનેપલને પણ પસંદ કરવામાં આવે છે. ત્યારે આપ પણ જો કિચન કિંગ બનવા માગતા હોવ તો, આજે અમે આપના માટે મેંગો પાઈનેપલ સ્મૂદી બનાવવાની રીત શિખવાડીશું.
મેંગો પાઈનેપલ સ્મૂદી બનાવવાની સામગ્રી
- કેરી- 1 નંગ પાકેલી
- પાઈનેપલ- 1/4 ભાગ
- ઓરેન્દ જ્યૂસ- 1 કપ
- ક્રશ્ડ આઈસ- થોડી માત્રામાં
- કેરીના ટુકડા, લીંબુના ટુકડા (ગાર્નિશિંગ માટે)
મેંગો પાઈનેપલ સ્મૂદી બનાવવી રીત
મેંગો પાઈનેપલ સ્મૂદી બનાવવા માટે કેરીની છાલ કાઢી તેના ટુકડા કરો, પાઈનેપલના પણ ટુકડા કરી અડધો કલાક ફ્રીઝરમાં મુકી રાખો.
હવે મિક્સરમાં કેરીના ટુકડા, પાઈનેપલના ટુકડા, ક્રશ્ડ આઈસ, ઓરેન્જ જ્યૂસ નાખીને મિક્સ કરો.
લ્યો તૈયાર થઈ ગયો આપનો મેંગો પાઈનેપલ સ્મૂદી
કાચના ગ્લાસમાં તેને કાઢી અને લેમન સ્લાઈસથી ગાર્નિશ કરી સર્વ કરો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31