Last Updated on March 17, 2021 by
મોટાભાગે લોકો પોતાની ભૂખને શાંત કરવા માટે ફ્રુટ્સનું સેવન કરતા હોય છે. તેવામાં ફ્રુટ્સથી સારૂ ઓપ્શન બીજું ક્યું હોઈ શકે. ગરમીના દિવસોમાં મોટાભાગે લોકો કેરી ખાવાનું પસંદ કરી રહ્યાં છે. કેરી એક એવું ફ્રુટ છે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને પસંદ હોય છે. પરંતુ કેટલાક લોકો ખાસકરીને કેરી ખાતા નથીં. કારણ કે, તેને લાગે છે કે, તેનાથી વજનમાં વધારો થઈ શકે છે. પરંતુ શું ખરેખર તેનાથી દુર રહેવું જોઈએ કે નહીં.
ન્યુટ્રિશનિસ્ટ પૂજા મખિજાના જણાવ્યા પ્રમાણે કેરીમાં પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેમાં વિટામીન ઈ, વિટામીન સી, કોપર, ફોલેટ હોય છે. તેમાં એક ટકા ફેટ હોય છે. તે સિવાય પ્રોટીન અને ફાઈબરની ભરપૂર માત્રા હોય છે જે પાચનતંત્રને મજબુત કરે છે. તેવામાં ડાઈટેરી ફાઈબર હર્ટ ડિજીજ અને ટાઈપ-2 ડાયાબીટીસનો નોશ કરે છે.
શું કેરી ખાવાથી વજન વધે છે
જો તમે દરરોજ કેરીનો રસ, મિલ્ક શેક, જ્યુસ, મેંગોક્રિમ, આઈસક્રિમ અને મેંગો પાઈનું સેવન કરો છો તો તમારૂ વજન વધી શકે છે. એક કેરીમાં આશરે 150 કેલેરી હોય છે. જરૂરતથી વધારે કેલેરી ખાવાના કારણે વજનમાં વધાારો થઈ શકે છે. માટે જ જમ્યા બાદ કેરી ખાવાથી કેલેરી ઈનટેક વધશે. તેનાથઈ બચવા માટે તમારે સવારે કે સાંજે નાસ્તામાં કેરી ખાવી જોઈએ.
કેરી ખાવાના ફાયદાઓ
હૃદયના દર્દીઓ માટે લાભકારક
કેરીમાં ફાઈબર અને વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં કોઈ પ્રકારના વિટામીન, મિનરલ્સ અને એન્જાઈમ હોય છે. જે હૃદયરોગના જોખમને ઓછુ કરવામાં મદદ કરે છે. ફાઈબરની ભરપૂર માત્રા હોવાના કારણે પાચનક્રિયાને મજબૂત કરે છે.
વજન ઓછુ કરે છે
કેરીમાં ફેનોલિટ કમ્પાઉડ હોય છે જે શરીરનો સોજો, ઈજાને સ્વસ્થ કરવાનું કામ કરે છે. તે સિવાય વજનને ઓછુ કરવામાં પણ મદદરૂપ બને છે.
આંખો અને ત્વચા માટે ફાયદાકારક
કરીમાં જીક્સૈન્થિન અને કૈરોટિન હોય છે જે આંખો અને ત્વચા માટે લાભકારક હોય છે. તેમાં રહેલા એન્જાઈમ સ્કિન ઈજિંગની સમસ્યાને દુર કરે છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31