GSTV
Gujarat Government Advertisement

રસીકરણના 4 કે 10 દિવસ બાદ કોઇનું મોત થાય તો એના માટે કોરોના વેક્સિન નહીં ગણાય જવાબદાર, સરકારે હાથ અધ્ધર કર્યા

Last Updated on March 1, 2021 by

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને કોરોના વેક્સિનને લઇને જણાવ્યું કે, ‘જો કોઈ વ્યક્તિ વેક્સિન લગાવ્યાના 4 કે 10 દિવસ બાદ મૃત્યુ પામે છે, તો તે માટે રસીકરણને જવાબદાર નહીં માનવામાં આવે. નિષ્ણાંતોએ આ અંગે તપાસ કરી કે, હજી સુધી કોરોના રસીકરણને કારણે એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ‘વેક્સિન લગાવ્યા બાદ જો સોજા અથવા તો તાવ જેવા લક્ષણો આવવા એ ખૂબ ઓછા પ્રમાણમાં છે. કારણ કે આટલું તો સામાન્ય વેક્સિન આપવામાં પણ થતું હોય છે. તેમણે જણાવ્યું કે, વેક્સિન લગાવ્યા બાદ હોસ્પિટલમાં ભરતી થવાના દર 0.0004 ટકા છે કે જે બિલકુલ ના બરાબર છે.’

પીએમ મોદીએ એઇમ્સમાં લગાવી વેક્સિન

વડાપ્રધાન મોદીએ આજે દિલ્હીની એઈમ્સમાં કોરોના વેક્સિન લીધી છે. ટ્વિટ દ્વારા તેમને આ અંગે માહિતી આપી છે. સાથે સાથે વેક્સિનેશનનો ફોટો પણ શેરકર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19 વેક્સિનનો AIIMS દિલ્હી ખાતે પહેલો ડોઝ લીધો. પીએમ મોદીએ આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી, પીએમ મોદીએ કહ્યું, ‘મેં આજે કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ AIIMS ખાતે લીધો. દુનિયામાં કોવિડ-19 સામે લડવા આપણા ડોકટર અને વૈજ્ઞાનિકોએ જે લગનથી અને ઝડપથી કામ કર્યું છે તે નોંધપાત્ર છે. હું અપીલ કરું છે કે જે વેક્સિન લેવા પાત્ર છે એ વેક્સિન લગાવડાવે. બધા સાથે મળીને ઇન્ડિયાને કોવિડ -19 મુક્ત કરીએ.’

વેક્સિનેશનના બીજા ફેઝમાં વરિષ્ઠ નાગરિકોને અપાશે રસી

બીજા ફેઝમાં ટીકાકરણ અભિયાન અંતર્ગત, એક માર્ચથી વરિષ્ઠ નાગરિકો અને ગંભીર બીમારીઓથી પીડિત 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને કોરોના વેક્સિન લગાવવામાં આવશે. વેક્સિનેશન માટે લોકો કોવિન ટુ-પોઇન્ટ ઝીરો પોર્ટલ અથવા આરોગ્ય સેતુ જેવી અન્ય આઇટી એપ્લિકેશન પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે.

corona vaccine

સરકારી હોસ્પિટલોમાં અપાશે ફ્રી વેક્સિન

સરકારે બુધવારના રોજ જાહેરાત કરી હતી કે, ’60 વર્ષથી વધારે ઉંમરના લોકો તથા કોઇ અન્ય બીમારીથી પીડિત 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને એક માર્ચથી કોરોના વાયરસ રોધી રસી સરકારી કેન્દ્રો પર ફ્રીમાં લગાવવામાં આવશે. પ્રાઇવેટ ક્લિનિકો અને કેન્દ્રો પર એ માટે ખર્ચ આપવાનો રહેશે.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો