Last Updated on April 10, 2021 by
ગર્લફ્રેન્ડની અજીબોગરીબ માગને કારણે તંગ થઈ ગયેલા યુવકે રિલેશનશીપ પોર્ટલ પર એક્સપર્ટ પાસે સલાહ માગી છે. યુવકે લખ્યુ છે કે, તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે છેલ્લા 3 વર્ષથી સંબંધમાં છે, જે ખૂબ જ હોશિયાર અને સ્માર્ટ યુવતી છે. જો કે, યુવક પોતાની ગર્લફ્રેન્ડની એક આદતથી ખૂબ જ પરેશાન છે.
આ યુવતીને પોતાની ખામીઓ સાંભળીઓનો છે શોખ
યુવકે એક વેબસાઈટ પર જણાવ્યુ હતું કે, મારી ગર્લફ્રેન્ડમાં સારી આદતો પણ છે, પણ તેની એક આદત મને બહુ ખરાબ લાગે છે. કોઈ પણ કામ કર્યા બાદ તે તેના વખાણ તો સાંભળવાના જ પણ સાથે સાથે ટિકા પણ સાંભળવા માગે છે.
જ્યાં સુધી ભૂલ ન કાઢો ત્યાં સુધી નારાજ થઈ જાય છે
ખાવાનું બનાવાથી લઈને, મને ગિફ્ટ આપવા અથવા તો મારા માટે કોઈ પણ કામ કર્યા બાદ તે મને થેંક્યુની સાથે સાથે એક સારા એવા વાંકની પણ આશા રાખે છે કે હું તેનામાં કોઈ વાંક કાઢૂ. તેના કામમાં કોઈ ખામી ન કાઢુ તો તે નારાજ થઈ જાય છે.
યુવકે લખ્યુ છે કે, મારે મોટા ભાગે કહેવુ પડે છે કે, ખાવાનું તો સારુ હતું પણ બટાટામાં સ્વાદ નહોતો. તારો પાવરપોઈન્ટ સારો હતો, પણ રંગનો ઉપયોગ તે સારો કર્યો નહોતો. એટલુ જ નહીં, ખામીઓ સાંભળ્યા બાદ આ આદત અમારી સેક્સ લાઈફ પર પણ લાગૂ પડે છે.
સેક્સ કરતી વખતે પણ આ સ્થિતી સામે આવે છે
જ્યારે પણ અમે સેક્સ કરતા હોઈએ છીએ, ત્યારે મને પરફોર્મેંન્સ વિશે કંઈકને કંઈક ખામી જરૂર બતાવી પડે છે. જો કે, મને તેનામાં કોઈ ખામી દેખાતી નથી. હાલત એ થયા છે કે, લડાઈ-ઝઘડાથી બચવા માટે હું જબરદસ્તી તેના કામમાં કોઈને કોઈ ખામી કાઢુ છું, તો તેને સારુ લાગે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31