Last Updated on March 3, 2021 by
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના દમદાર અને દિલચસ્પ ભાષણ માટે ઓળખાય છે. ‘મન કી બાત’ હોય કે પછી બીજો કોઈ કાર્યક્રમ, વડાપ્રધાન મોદી અંદાજે દરરોજ ભાષણ જરૂર આપે છે. ભાજપની રેલીઓ અને ચૂંટણી માટેની જનસભાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે ભીડ ઉમટી પડે છે.
વડાપ્રધાન પોતાની સ્પીચમાં જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે છે અને અનોખા અંદાજમાં વિપક્ષને નિશાન પર લઈને જવાબો આપે છે તેનાથી આખરે કોણ વડાપ્રધાનનું આ ભાષણ લખે છે તેવો સવાલ જરૂર થાય. શું વડાપ્રધાન પોતે જ આ ભાષણો લખે છે કે અન્ય કોઈ તેને તૈયાર કરે છે? ભાષણ લખનારી ટીમમાં કયા લોકો સામેલ છે અને તેમને કેટલા રૂપિયા મળે છે? આ બધા સવાલો જરૂર થતા હશે.
એક RTI અંતર્ગત વડાપ્રધાન કાર્યાલય (PMO) પાસે આ અંગે જાણકારી માંગવામાં આવી હતી. જેના જવાબમાં આ પ્રકારની વિગતો સામે આવી હતી-
PM પોતે જ કરે છે ફાઈનલ એડિટિંગ
વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વડાપ્રધાન પોતે જ પોતાના ભાષણને અંતિમ સ્વરૂપ આપે છે. જે પ્રકારની ઈવેન્ટ હોય તે પ્રકારે અલગ-અલગ વ્યક્તિઓ, અધિકારીઓ, વિભાગો, એકમો, સંગઠનો વગેરે વડાપ્રધાનને માહિતી પૂરી પાડે છે. આ જાણકારીની મદદથી વડાપ્રધાન પોતે જ અંતિમ સ્વરૂપનું ભાષણ તૈયાર કરે છે.
આ સવાલોનો ન આપ્યો જવાબ
વડાપ્રધાન કાર્યાલયને ભાષણ લખવા માટે કોઈ ટીમ છે કે નહીં તેવો સવાલ પણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત જો આવી કોઈ ટીમ હોય તો તેમાં કેટલા મેમ્બર હોય છે, તેમને કેટલુ પેમેન્ટ કરવામાં આવે છે તેવા સવાલો પણ કરવામાં આવ્યા હતા પરંતુ તેનો કોઈ જવાબ નહોતો આપવામાં આવ્યો.
મોદીએ 2014ની ચૂંટણીમાં અપાવેલો પ્રચંડ વિજય
નરેન્દ્ર મોદીએ 2014ની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ વિજય અપાવ્યો હતો. ભાજપ મોદીને ચહેરો બનાવીને લોકસભાની ચૂંટણી લડ્યું હતું. પ્રચાર દરમિયાન મોદીએ જોરદાર સભાઓ ગજવી હતી. તેમની પ્રચારની આક્રમક શૈલીએ કોંગ્રેસને બેકફૂટમાં ધકેલી દીધું હતું અને બાળકોથી લઈને વડીલો સુધીના તમામની જીભ પર ફક્ત ‘મોદી’નું નામ જ હતું.
વાતો વડે શ્રોતાઓને જોડવામાં માસ્ટર
મોદીની સૌથી મોટી અને અસાધારણ વાત તેમની ભાષણ કળા છે અને તેઓ પોતાની આ કળા વડે શ્રોતાઓને કઈ રીતે મંત્રમુગ્ધ કરવા તે જાણે છે. વિકાસ સહિતના અન્ય મુદ્દે જેટલી સ્પષ્ટતા અને પ્રભાવી રીતે તેઓ પોતાની વાત રાખે છે કે કોઈ તૈયારી વગર પણ તેમનું ભાષણ લોકોને પ્રભાવિત કરી દે છે. દેશના અન્ય નેતાઓની જેમ તેઓ લખેલું ભાષણ વાંચતા નથી. તેમની વિશેષતા એ છે કે તેઓ પોતાની વાકશૈલી દ્વારા કોઈ પણ પ્રકારના શ્રોતા વર્ગ સાથે સંબંધ બનાવી લે છે.
આ નેતાઓ પણ જાતે ભાષણ લખતા
પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂથી લઈને વડાપ્રધાન મોદી સુધીના નેતાઓના ભાષણ માટે વિવિધ સોર્સ પાસેથી જાણકારી એકઠી કરવાનું ચલણ છે. વડાપ્રધાનની સ્પીચ માટે પાર્ટી, મંત્રીઓ, વિષયના નિષ્ણાંતો, વડાપ્રધાનની પોતાની ટીમ જાણકારી એકઠી કરે છે અને પછી તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. જવાહરલાલ નેહરૂ, ઈંદિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી જેવા કુશળ પ્રવક્તાઓ પોતાનું ભાષણ જાતે જ તૈયાર કરતા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31