Last Updated on April 2, 2021 by
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાએ કોરોના વૈક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. મલાઈકાએ તેનો ફોટો ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. મલાઈકાએ આ ફોટાની સાથે લખ્યુ છે કે, મેં કોવિડ વૈક્સિન વિરુદ્ધ આ જંગમાં જીત મેળવી છે. આપ પણ વૈક્સિન લેવાનું ભૂલતા નહીં. આભાર, હાં હું વૈક્સિન લેવા માટે એલિજીબલ છું. દેશમાં 45 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને વૈક્સિન લેવા માટે સૂચના આપવામાં આવી છે.
મલાઈકા અરોરાએ મુંબઈની લિલાવતી હોસ્પિટલમાં કોરોના વાયરસની વૈક્સિન લગાવી હતી. મલાઈકા અરોરાના આ ફોટો પર કેટલાય બોલિવૂડ સેલિબ્રેટીએ કમેન્ટ કરી હતી. આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં તાજેતરમાં આ વાયરસથી 249 લોકોના મોત થયા છે.
જેઠાલાલે પણ લગાવી કોરોના વાયરસની વૈક્સીન
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોતાની શાનદાર એક્ટીંગ માટે જાણીતા જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશીએ કોરોના વૈક્સીન લગાવી લીધી છે. એક્ટરે ગુરૂવારે આ અંગે જાણકારી આપી હતી. અભિનેતાએ સોશિયલ મીડિયા પર કોરોના વૈક્સિનને લઈને પોતાનો અનુભવ શેર કર્યો હતો. સાથે જ તેમણે ફેન્સને અપીલ પણ કરી હતી.
અમિતાભ બચ્ચન અને તેમના પરિવારે લગાવી વૈક્સિન
અમિતાભ બચ્ચનને પણ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કોરોનાની રસી લગાવી છે. અભિનેતાએ ગુરુવારે કોવિડની રસી લગાવી છે. આ માહિતી તેમણે ચાહકોને સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે અને તેના સ્વાસ્થ્ય વિશે પણ વિગતવાર સમજાવ્યું છે. અમિતાભે કહ્યું છે કે તેમના પરિવારે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ પણ લીધો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31