Last Updated on March 25, 2021 by
એક્ટ્રેસ મલાઇકા અરોરા ફિલ્મો કરતાં વધુ પોતાની ફિટનેસના કારણે છવાયેલી રહે છે. મલાઇકાના ફોટોઝ માટે ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોતા રહે છે. એક્ટ્રેસના વર્કઆઉટ વીડિયોઝ જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. મલાઇકાના ડાન્સની પણ ચર્ચા હંમેશાથી થાય છે. તાજેતરમાં જ મલાઇકાએ એક સ્પેશિયલ પોસ્ટ ફેન્સ માટે શેર કરી અને મજેદાર કિસ્સો પણ જણાવ્યો. મલાઇકા અરોરાએ ફેન્સ માટે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ખૂબ જ રમુજી કિસ્સો શેર કર્યો છે. એક્ટ્રેસે જણાવ્યું કે કોરોના વેક્સિન લીધા પછી તે ઘરે આવતા બધા મહેમાનોને શું કહે છે.
મલાઈકાએ શેર કર્યો આ કિસ્સો
તાજેતરમાં જ મલાઇકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે જ્યારે પહેલા મહેમાનો તેમના ઘરે આવતા ત્યારે તે હંમેશા કહેતી કે “ડરશો નહીં, મે મારા ડોગીને વેક્સિન લગાવી છે.” હવે હું તેમને કહું છું, ડરશો નહીં, અમને રસી આપવામાં આવી છે.
એટલું જ નહીં, મલાઇકાએ કોરોના કાળ દરમિયાન એક કિસ્સો શેર કર્યો છે. અભિનેત્રીએ લખ્યું છે કે જ્યારે હું કોઈ રેસ્ટોરન્ટના બાથરૂમમાં ગઇ ત્યારે મેં કોણીથી ગેટ ખોલ્યો. મેં પગથી ટોઇલેટ સીટ ઉંચી કરી, મેં ટિશ્યૂની મદદથી પાણીનો ઉપયોગ કર્યો, હાથ ધોયા અને પછી કોણીથી બાથરૂમનો દરવાજો બંધ કર્યો, પરંતુ જ્યારે હું ટેબલ પર પાછી ગઇ ત્યારે મને લાગ્યું કે હું મારુ પેન્ટ ચઢાવવાનું ભૂલી ગઇ છું.
મલાઈકાની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે. જ્યારે કેટલાક ચાહકો હસ્યા, ત્યારે કેટલાક ચાહકોને તેની વાત પર વિશ્વાસ ન થયો કે ખરેખર અભિનેત્રીએ આવું કર્યું છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મલાઈકાનો કોવિડ -19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મલાઇકા હાલમાં અર્જુન કપૂર સાથેના રિલેશનના કારણે ચર્ચામાં છે.
છૂટાછેડા પર બોલી મલાઇકા
મલાઇકાએ થોડા દિવસો પહેલા મિત્ર કરીના કપૂર ખાનના ચેટ શોમાં અરબાઝ સાથે છૂટાછેડાની વાત કરી હતી. મલાઇકાએ કહ્યું હતું કે ‘છૂટાછેડા લેવાનો નિર્ણય સરળ નહોતો. આખરે, તેમાંના એક પર આરોપ લાગવાનો હતો. બધા બીજાની વિરુદ્ધ બોલે છે.
મલાઇકાએ કહ્યું હતું કે લગ્ન જીવન સુખી ન હોવાથી તેણે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે. અમે ઘણી વસ્તુઓ વિશે વિચાર્યું અને તે પછી અમે નિર્ણય કર્યો કે આ સંબંધોને જબરદસ્તી આગળ વધારવાને બદલે આપણે અલગ થવું જોઈએ.
મલાઈકા સાથે લગ્ન અંગે અર્જુને આ વાત કહી
જણાવી દઇએ કે મલાઇકા અને અર્જુન ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. થોડા દિવસો પહેલા, લાઇવ ચેટ દરમિયાન, જ્યારે ફેન્સે અર્જુનને લગ્ન વિશે પૂછ્યું હતું કે, તમે મલાઈકા સાથે ક્યારે લગ્ન કરશો, ત્યારે તેણે કહ્યું, જ્યારે પણ હું લગ્ન કરીશ, હું તમને બધાને કહીશ. અત્યારે લગ્ન માટેની કોઈ યોજના નથી. જો હું લગ્નનું પ્લાનિંગ કરું તો પણ હમણા નહીં કરુ કારણ કે, કોવિડ જેવી સમસ્યાઓ ખૂબ વધી રહી છે. અમે બંનેએ હજી સુધી લગ્ન વિશે વિચાર્યું નથી, પરંતુ હું કહીશ કે જ્યારે પણ અમે લગ્ન કરીશું, ત્યારે હું ચોક્કસ જ દરેકને કહીશ. અમે કોઈનાથી કંઇપણ છુપાવવા માંગતા નથી.
મલાઈકા તેના માટે કેમ ખાસ છે
તે જ સમયે, મલાઇકા વિશે ફેન્સે અર્જુનને પૂછ્યું હતું કે તમને લાગે છે કે મલાઇકા બાકીના લોકોથી કેવી રીતે અલગ છે. તો અર્જુને કહ્યું, જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો, ત્યારે તમે આવા સવાલનો જવાબ આપી શકતા નથી. મલાઈકા વિશેની ખાસ વાત એ છે કે તે મને સમજે છે અને મારી સાથે ધૈર્ય રાખે છે. જો કે મારા જેવા વ્યક્તિ સાથે રહેવું મુશ્કેલ છે, જો તે રહે છે, તો તે ખૂબ મોટી બાબત છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31