GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 56 હજારથી વધુ કેસ, 376 લોકોએ આ વાયરસ સામે જીવ ગુમાવ્યો

Last Updated on April 9, 2021 by

દેશમાં સતત કરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં સતત કોરોના વાયરસના કેસ અને મૃત્યુઆંક વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં કોરોના વાયરસના 56,286 નવા કેસ નોંધાયા છે. તો આજે મહારાષ્ટ્ર 376 લોકોના મોત થયા છે. માત્ર મુંબઇની અંદર કોરોનાના 8,938 કેસ સામે આવ્યા છે અને 23 લોકોના મોત થયા છે.

અત્યાર સુધીમાં 32 લાખ કરતા વધારે લોકોને થયો કોરોના

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 32 લાખ 29 હજાર 547 કોરોના કેસ નોંધાયા છે. તો અત્યાર સુધીમાં કોરોનાના કારણે થયેલા કુલ મૃત્યુઆંકની વાત કરીએ તો તે 57,028 પર પહોંચ્યો છે. ગઇ કાલે એટલે કે બુધવારે 59 હજાર 907 કોરોના કેસ સામે આવ્યા હતા. જ્યારે સોમવારે 47 હજાર 288 લોકોને કોરોના કેસ સામે આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે એકતરફ મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં બમ્પર વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ રાજ્યમાં રસી મુદ્દે રાજકારણ ગરમાયું છએ. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર તમને પુરતી કોરોના રસી આપતી નથી. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો