GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રમાં કોરોના વિફર્યો/ બેડની અછત, દર્દીઓને ખુરશી પર બેસાડી અપાય છે ઓક્સિજન

કોરોના

Last Updated on April 12, 2021 by

ગુજરાતનુ પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર પણ કોરોનાના કહેરના કારણે બેહાલ થઈ ગયુ છે. અહીંની હોસ્પિટલોમાં પણ જગ્યાના અભાવે દર્દીઓને ખુરશી પર બેસાડીને ઓક્સિજન અપાતો હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે.મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે દર્દીઓ સામે આવી રહ્યા છે.આ સંજોગોમાં હવે હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ રહી છે.ઉસ્માનબાદમાં તો પલંગોની જગ્યાએ દર્દીઓને ખુરશી પર બેસાડીને ઓક્સિજન સપોર્ટ આપવામાં આવી રહ્યો છે.દર્દીઓની હાલત બદતર છે.કેટલાકને તો વ્હીલ ચેર પર બેસાડવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં કોરોનાની વિકટ સ્થિતિ

દેશના કુલ કોરોના કેસમાં મહારાષ્ટ્રનો ફાળો 48 ટકા છે. મહારાષ્ટ્ર દેશના સૌથી પ્રભાવિત રાજ્યો પૈકીનુ એક છે. અહીંયા વિકેન્ડ લોકડાઉન લાગુ કરાયુ છે. જોકે કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી જ રહી છે.છેલ્લા 24 કલાકમાં એકલા મહારાષ્ટ્રમાં 63000 નવા દર્દીઓ સામે આવ્યા છે.

મહારાષ્ટ્ર-દિલ્હીમાં રેકોર્ડ બ્રેક દૈનિક કોરોના કેસ, 5 રાજ્યોમાં 71 % એક્ટિવ કેસ

દેશભરમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. તાજેતરના આંકડા પ્રમાણે રવિવારે દેશમાં કોરોનાના 1.52 લાખ કરતા પણ વધારે કેસ સામે આવ્યા હતા અને 24 કલાકમાં 839 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દેશમાં કોરોનાના 71 % એક્ટિવ કેસ માત્ર 5 રાજ્યો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને કેરળમાંથી નોંધાયા છે. માત્ર મહારાષ્ટ્રમાં જ કોરોનાના સૌથી વધારે 48.57 % એક્ટિવ કેસ છે.

કોરોના

છત્તીસગઢ

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,521 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને રવિવારે 82 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશમાં એક જ દિવસમાં 2,03,780 સેમ્પલની તપાસ થઈ હતી. અત્યાર સુધીમાં કુલ 3,67,61,069 સેમ્પલની તપાસ થઈ ચુકી છે. પ્રદેશમાં કોરોનાના કુલ 71,241 એક્ટિવ કેસ છે. જ્યારે 6,11,622 લોકો ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે.

કેરળ

કેરળમાં કોરોનાના નવા કેસની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 6,986 નવા કેસ સામે આવ્યા હતા. ઉપરાંત સંક્રમણના કારણે 16 લોકોના મોત થયા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો