GSTV
Gujarat Government Advertisement

કોરોનના કારણે મહાભારતના દેવરાજ ઇન્દ્ર સતિષ કૌલનું મૃત્યુ

Last Updated on April 10, 2021 by

મહાભારતમાં દેવરાજ ઇન્દ્રની ભૂમિકા નિભાવનારા અભિનેતા સતીષ કૌલનું નિધન થયું છે. તેને કોરોના થયો હતો.

પ્રખ્યાત ટીવી સીરિયલ મહાભારતમાં ઇન્દ્રદેવની ભૂમિકા ભજવનાર અભિનેતા સતીષ કૌલે 10 એપ્રિલની સવારે અંતિમ શ્વાસ લીધા હતા. સતિષ કૌલને કોરોના થયો હતો. તે 74 વર્ષના હતા. કેપ્ટન અમરિંદર સિંહે ટ્વીટ કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે. સતીષ કૌલે હિન્દી અને પંજાબી ફિલ્મો સહિત લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું હતું. ‘મહાભારત’, ‘સર્કસ’ અને ‘વિક્રમ બેતાલ’ જેવા લોકપ્રિય ટીવી શોમાં કામ કરવા છતાં, 74 વર્ષિય સતિષ કૌલનું જીવન આજે બીમારી અને ફકીરી માંથી પસાર થઈ રહ્યું હતું.

ગયા વર્ષે લુધિયાણામાં એક નાનકડા મકાનમાં રહેતા સતીષ કૌલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મહિને માત્ર 7500 રૂપિયા ભાડુ ચૂકવવા અને તેની દવાઓના ખર્ચ માટે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સતીષ કોલના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી, IFTDAના ડિરેક્ટર અશોક પંડિતે એક ટ્વિટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું છે કે, સતિષ કૌલના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુ:ખ થાય છે. તે મરાઠી અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા હતા. છેલ્લા ઘણા દિવસોથી તે બીમાર હતા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

અશોક પંડિતનું ટ્વીટ

પંજાબમાં તેમણે એક એક્ટિંગ સ્કૂલ ખોલી હતી

સતીષ કૌલ પંજાબ આવી ગયા હતા, જ્યાં તેમણે પોતાની એકટીંગ સ્કૂલ શરૂ કરી, પરંતુ તે તેમાં ખાસ કશું મેળવી શક્યા નહીં. ત્યારથી, તેમની મુશ્કેલીઓ વધતી ગઈ. વર્ષ 2015 માં, તેમને તેમના થાપાના હાડકા (હિપ બોન)માં ફ્રેક્ચર થયું હતું. તે અઢી વર્ષ સુધી હોસ્પિટલના પલંગ પર હતા. આ પછી તે વૃદ્ધાશ્રમમાં થોડો સમય રહ્યા જ્યાં તેમણે બે વર્ષ વિતાવ્યા. પછી તે લુધિયાણા આવ્યો અને તેમ ના ઘરે રહેવા લાગ્યા.

આટલા સંઘર્ષ છતાં પણ સતિષ કૌલે જીવનમાંથી હાર ન માની. તેમણે કહ્યું કે, આથી કોઈ ફરક નથી પડતો કે જે લોકો તેને એક એક્ટર તરીકે પ્રેમ કરતા હતા તે હવે તેમને ભૂલી ગયા છે. તેમણે કહ્યું કે ‘મને ઘણો પ્રેમ મળ્યો છે, જેના માટે હું તેમનો આભારી છું.’ આટલા બધા ઉત્સાહથી પોતાનું જીવન જીવનારા અભિનેતાને કોરોનાની સામે હાર માનવી પડી. અને પછી એક અભિનેતાએ આ રોગચાળો આપણાથી દૂર લઈ ગયો.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસનો ફેલાવો ફરી એકવાર વધવા લાગ્યો છે. ઘણા રાજ્યોમાં, કોવિડ -19 થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. બોલીવુડ અને ટીવી સેલેબ્સ બીજી લહેરમાં વાયરસથી સંક્રમિત થઇ રહ્યા છે. અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર, વિકી કૌશલ, કેટરિના કૈફ, આમિર ખાન, મનોજ વાજપેયી, પરેશ રાવલ, આર માધવન, સિદ્ધંત ચતુર્વેદી, સતિષ કૌશિક અને બપ્પી લહેરી વાયરસથી સંક્રમિત થયા છે.

ALSO READ

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો