Last Updated on March 5, 2021 by
દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 100 દિવસ કરતા વધુ ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન હવે વિશ્વપ્રસિદ્ધ ટાઇમ મેગેઝિન પર ચમક્યું છે. દિલ્હી બોર્ડર પર અનેક મહિલાઓએ પણ મોરચો માંડ્યો છે ત્યારે હવે મહિલાઓની આ નીડરતા અને આત્મવિશ્વાસ જોઇને ટાઇમ મેગેઝિને તેમના વિરોધ પ્રદર્શનની તસવીર ઇન્ટરનેશનલ કવર પેજ પર પ્રસિદ્ધ કરી છે.
TIME's new international cover: "I cannot be intimidated. I cannot be bought." The women leading India's farmers' protests https://t.co/o0IWwWkXHR pic.twitter.com/3TbTvnwiOV
— TIME (@TIME) March 5, 2021
જે મહિલાઓ દિલ્હીની સરહદે ખેડૂતોના વિરોધનું નેતૃત્વ કરી રહી છે તેમને કવર પેજ પર સ્થાન અપાયું છે સાથે જ નીચે ટેગલાઇન મુકવામાં આવી છે. જેમાં લખ્યું છે કે મને ડરાવી શકાય નહીં. મને ખરીદી શકાય નહી. ટાઇમ મેગેઝિનમાં છપાયેલા એક લેખમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે મહિલા ખેડૂતોએ પોતાના આંદોલનને ચાલુ રાખવાનો સંકલ્પ લીધો અને આજે પણ તેમના પર અડગ છે. સરકારે મહિલાઓને ઘરે પરત ફરવા જણાવ્યું હતું પરંતુ તેઓ ઘરે જવાને બદલે હજારો ખેડૂતો માટે તેમના સમર્થનમાં ઉભી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31