Last Updated on March 16, 2021 by
પોતાના માથે આવી પડેલા દુ:ખોથી છૂટકારો મેળવવા માટે લોકો ઘણી વખત તાંત્રિકનો સહારો પણ લેતા હોય છે. પણ વિચારો કે જ્યારે દુ:ખ હરનારા જ પિડાદાયક કષ્ટ આપે ત્યારે કેવી હાલત થાય. આવો જ એક મામલો જબલપુરમાંથી સામે આવ્યો છે. જ્યાં દોરા-ધાગા અને ફૂંકના નામ પર એક તાંત્રિકે 33 વર્ષિય મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી છે.
સારવારના નામે ગંદુ કામ કર્યું
તાંત્રિકે મહિલા પર ચુડૈલનો છાયો હોવાનું કહીને તેના પરિવારને ડરાવી નાખ્યો. તેણે કહ્યુ કે, તેના ઈલાજ સમયે પરિવારનો કોઈ વ્યક્તિ જો ત્યાં હાજર રહ્યો તો, તેના જીવને ખતરો થઈ શકે છે. પરિવારે મહિલાને તાંત્રિક પાસે એકલી છોડી મુકી આ દરમિયાન તાંત્રિકે મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો. મહિલાએ પોતાના ઘરે જઈને સમગ્ર આપવીતિ જણાવી હતી. જે બાદ પરિવારના સભ્યોએ બરેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ચુડૈલનો પછડાયો લાગ્યો હોવાનો ઢોંગ કર્યો
હકીકતમાં જોઈએ તો, બરેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા લાંબા સમયથી બિમાર રહેતી હતી. ત્યારે પરિવારના લોકો માનવા લાગ્યા કે, તેના પર કોઈ પછડાયો લાગી ગયો છે. તેમને ડોક્ટર્સની પાસે લઈ જવાને બદલે તાંત્રિક પાસે લઈ ગયા. આ વિસ્તારમાં રહેતા પંડા વિજય યાદવ તાંત્રિક તરીકે ખૂબ ચર્ચામાં હતો. જેને લઈને 13 માર્ચના રોજ પરિવારના લોકો તેની પાસે લઈ ગયા.
મહિલાએ ઘરે આવીને આખી ઘટના જણાવી
તેને આ મહિલા પર ઝાડૂ અને ફૂંક મારી અને વિશેષ અનુષ્ઠાનની વાત કહી. જે બાદ 14 માર્ચની રાતે તાંત્રિકે વિજય યાદવે મહિલાના ઘર પર જઈને રાતમાં વિશેષ અનુષ્ઠાનની વાત કહી. તેણે કહ્યુ કે, આ તાંત્રિક વિદ્યા છે, તેથી એકલામાં કરવું પડશે. જો આ સમયે ત્યાં કોઈ હાજર રહેશે તો, મહિલાના જીવને ખતરો છે. જે બાદ પરિવારના લોકોએ તાંત્રિક વિજય યાદવ પાસે પીડિતાને એકલી મોકલી દીધી. આરોપ છે કે, મહિલાને સૂમસામ શ્મસાનમાં લઈ ગયો અને તંત્ર-મંત્રના નામ પર તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. તાંત્રિકે કહ્યુ હતું કે, હવે તને ચુડૈલ ક્યારેય હૈરાન નહીં કરે, અને પછી તાંત્રિક આ મહિલાને ઘરે મુકી ગયો.
તાંત્રિકે મહિલાને ઘરે પૂછ્યુ કે, ચુડૈલ ભગાવવા માટે તેણે શું કર્યું. મહિલાએ પોતાની સાથે ઘટેલી આખી ઘટના બતાવી દીધી. પોલીસે આરોપી તાંત્રિક વિરુદ્ધ રેપનો કેસ નોંધાવ્યો અને પોલીસે તેની ધરપકડ કરી લીધી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31