GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો/ મોદી સરકાર બદલી રહી છે LPG કનેક્શન પર સબસિડીનો નિયમ, તમારા માટે જાણવો જરૂરી

lpg

Last Updated on April 2, 2021 by

LPG Subsidy Updates : ઉજ્જવલા સ્કીમ અંતર્ગત જો તમને ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે તો મોદી સરકાર જલ્દી તમને રાહત આપી શકે છે. જી હા…આ સ્કીમ અંતર્ગત ફ્રી ગેસ કનેક્શન આપનારાઓ માટે મોટી ઘોષણા કરવામાં આવશે. સરકાર સબસિડી સ્ટ્રક્ચરમાં બદલાવ કરવાનો પ્લાન બનાવી રહી છે.

એક રિપોર્ટ અનુસાર, પેટ્રોલિયમ મંત્રાલય બે નવા સ્ટ્રક્ચર પર કામ કરી રહ્યું છે જે જલ્દી જ જારી થવાની સંભાવના છે. અહીં જણાવી દઇએ કે મોદી સરકારે આ વર્ષના બજેટમાં એક કરોડ નવા કનેક્શન આપવાનું એલાન કર્યુ હતુ. હવે સરકારનું એડવાન્સ પેમેન્ટ મોડલમાં બદલાવનું પ્લાનિંગ છે.

LPG

એક રિપોર્ટ અનુસાર 1600નું એડવાન્સ પેમેન્ટ કંપની એકસાથે વસૂલવા પર કામ કરશે. હાલ OMCs  રકમ ઇએમઆઇના રૂપમાં વસૂલવામાં આવે છે. જણાવી દઇએ કે આ યોજનામાં 14.2 કિલોનો LPG અને સ્ટોવ લાભાર્થીને આપવામાં આવે છે. જેનો ખર્ચ 3200 રૂપિયા થાય છે. તેના પર 1600 રૂપિયા સબસિડી કસ્ટમરોને મળે છે. સાથે જ બાકી રકમ OMCs એડવાન્સ રૂપે આપે છે.

lpg

કોણ કરી શકે છે આ યોજના માટે અરજી

જણાવી દઇએ કે ઉજ્જવલા યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવુ સરળ છે. આ સ્કીમ અંતર્ગત ગેસ કનેક્શન માટે બીપીએલ પરિવારની મહિલા અરજી કરી શકે છે. આ યોજનાની જાણકારી તમે મેળવવા માગતા હોય તો pmujjwalayojana.com ને તમારા કોમ્પ્યુટર અથવા તો મોબાઇલ પર ઓપન કરી લો.

રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ફોર્મ ભરીને નજીકના LPG વિતરક પાસે જમા કરવાની જરૂર હોય છે. સાથે જ ફોર્મમાં નામ, સરનામુ, જનધન બેંક એકાઉન્ટ અને પરિવારના સભ્યોના આધાર નંબરની જાણકારી આપવાની હોય છે. સમગ્ર પ્રક્રિયા કર્યા બાદ ઑયલ માર્કેટિંગ કંપની લાભાર્થીઓને રાંધણ ગેસ કનેક્શન આપે છે. તેમાં ઉપભોક્તાઓને ઇએમઆઇનો ઓપ્શન પણ આપવામાં આવે છે.

lpg

LPG 10 રૂપિયા પ્રતિ સિલિન્ડર સસ્તો

જાહેર ક્ષેત્રની ઑયલ કંપનીઓએ બુધવારે LPGના દરોમાં પ્રતિ સિલિન્ડર 10 રૂપિયાના ઘટાડાની ઘોષણા કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ઘટ્યા બાદ કંપનીઓએ આ નિર્ણય લીધો છે તેની પહેલા ગત મહિને રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર 125 રૂપિયાનો વધારો થયો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો