GSTV
Gujarat Government Advertisement

7 વર્ષમાં બે ગણી થઇ LPG સિલિન્ડરની કિંમત, પેટ્રોલ ડીઝલ પર ટેક્સ કલેકશન 4.5 ગણું વધ્યું

LPG

Last Updated on March 10, 2021 by

ડોમૅસ્ટિન્ગ બુકીંગ ગેસ LPGની કિંમત ગયા 7 વર્ષમાં બે ગણી થઇ ગઈ છે. ત્યાં જ પેટ્રોલ અને ડીઝલના ટેક્સમાં વધારાને લઇ સરકારના રાજસ્વ સંગ્રહમાં 459% વૃદ્ધિ થઇ છે. આ જાણકારી પેટ્રોલિયમ મંત્રીએ આપી છે. લોકસભામાં ઇંધણની કિંમતોમાં વૃદ્ધિ પર પૂછવામાં આવેલા સવાલોનો લેખિત જવાબ આપતા પ્રધાને સોમવારે કહ્યું કે એક માર્ચ,2014ના રોજ દિલ્હીમાં 14.2 કિલોગ્રામ એલપીજી સિલિન્ડરની ખુદર કિંમત 410.5 રૂપિયા હતી, હવે આ સિલિન્ડર દિલ્હીમાં 819 રૂપિયામાં મળી રહ્યું છે. LPGની કિંમત છેલ્લા 7 વર્ષ દરમિયાન બે ગણી થઇ ગઈ છે. જણાવી દઈએ કે છેલ્લા માત્ર 32 દિવસમાં LPGની કિંમત 125 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધી ચુક્યા છે. સરકાર 4 ફેબ્રુઆઈથી ચાર વખત LPGના ભાવ વધારી રહી છે, જેનાથી ઘરોનું બજેટ પ્રભાવિત થઇ રહ્યું છે.

પેટ્રોલ -ડીઝલ પર સરકારનું રેવેન્યુ કલેક્શન કેટલું વધ્યું

ત્યાં જ પેટ્રોલ ડિઝલનું વેચાણથી સરકારના આવનારા રાજસ્વમાં 459% વૃદ્ધિ થઇ છે. એનું કારણ આ વર્ષોમાં પેટ્રોલ અને ડીઝલ પર વધેલ ટેક્સ છે. પ્રધાને કહ્યું કે 26 જૂન 2010ના રોજ પેટ્રોલ અને 19 ઓક્ટોબર 2014ના રોજ ડીઝલને સરકારના નિયંત્રણથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. ત્યારથી પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ટરનેશનલ પ્રોડક્ટ પ્રાઇસ, રૂપિયાની એક્સચેન્જ રેટ, ટેક્સ સ્ટ્રક્ચર, ઇનલેન્ડ ફ્રેન્ટ અને અન્ય ખર્ચ કારકોના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમત પર નિર્ણય લે છે. મંત્રીએ કહ્યું કે 2013માં પેટ્રોલ-ડીઝલના વેચાણથી સરકારને 52,537 કરોડ રૂપિયાનું રાજસ્વ પ્રાપ્ત થયું હતું. અહીં 2019-20માં વધીને 2.13 લાખ કરોડ રૂપિયા થયું. ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં પહેલા 11 માસ દરમિયાન કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીથી 2.94 લાખ કરોડ રૂપિયા હાસિલ કર્યા છે.

હવે કેટલી છે એક્સાઇક્ઝ ડ્યુટી

ભાવ

વર્તમાનમાં સરકાર પેટ્રોલ પર 32.90 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 31.80 રૂપિયા પ્રતિ લીટરના દરે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી વસૂલી રહી છે. 2018માં પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 17.98 રૂપિયા અને ડીઝલ પર 13.83 રૂપિયા પ્રતિ લીટર હતી. નવેમ્બર 2014 અને જાન્યુઆરી 2016 વચ્ચે, સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીને 9 વાર વધારી છે. આ 15 મહિના દરમિયાન પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 11.77 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 13.47 રૂપિયા પ્રતિ લીટર વધી છે.

પ્રધાને કહ્યું કે પેટ્રોલ, ડીઝલ, ઇટીએફ, પ્રાકૃતિક ગેસ અને ક્રૂડ ઓઇલ પર કુલ એક્સાઇઝ ડ્યુટી કલેકશન 2016-17માં 2.37 લાખ કરોડ રૂપિયા હતું. જે એપ્રિલ-જાન્યુઆરી 2020-21માં વધી 3.01 લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો