GSTV
Gujarat Government Advertisement

LPG Gas Subsidy: સબસિડીના પૈસા તમને મળી રહ્યાં છે કે નહીં? ઘરે બેઠા કરો ચેક, આ રહી સમગ્ર પ્રોસેસ

lpg

Last Updated on April 9, 2021 by

LPG એટલે રે રાંધણ ગેસના ઉપભોક્તાઓને પાછલા કેટલાંક મહિનાઓમાં એક પછી એક ઝટકા લાગ્યા છે. રાંધણ ગેસના ભાવ સતત વધતા ગયા. 1 ડિસેમ્બર 2020ના મુકાબલે રાંધણ ગેસ સિલિન્ડર 215 રૂપિયા મોંઘો થઇ ચુક્યો છે. 1 ડિસેમ્બર 2020એ તેની કિંમત 594 રૂપિયાથી વધીને 644 રૂપિયા કરવામાં આવી હતી. તે બાદ 1 જાન્યુઆરીએ 694 રૂપિયા, 4 ફેબ્રુઆરીએ 719 રૂપિયા, 15 ફેબ્રુઆરીએ 769 રૂપિયા, 25 ફેબ્રુઆરીએ 794 રૂપિયા અને પછી 1 માર્ચે 819 રૂપિયા થઇ ગઇ. જો કે 1 એપ્રિલે 10 રૂપિયા કપાત બાદ દિલ્હીમાં તેની કિંમત 809 રૂપિયા છે.

LPG

1 વર્ષમાં 12 LPG સિલિન્ડર પર સબસિડી

દરેક ગ્રાહકને સરકાર તરફથી 1 વર્ષમાં 14.2 કેજી (LPG Gas Subsidy) ના 12 સિલિન્ડર પર સબસિડી આપવામાં આવે છે. જો ગ્રાહકો આના કરતા વધારે સિલિન્ડર લેવા માંગતા હોય, તો તેઓને 7 મા સિલિન્ડરથી વધુ દર ચુકવવો પડશે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના જણાવ્યા અનુસાર, તેની કિંમત સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક અને વિદેશી વિનિમય દરોમાં ફેરફાર દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલા માટે છેલ્લા મહિનામાં ફુગાવો વધ્યો હતો. હવે સરકાર તેને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.

lpg

જો કે, ગેસ સબસિડીના પૈસા તમારા ખાતામાં આવ્યા છે કે નહીં? છેલ્લા કેટલાક મહિનામાં એવા અહેવાલો આવ્યા હતા કે કેટલાક ગ્રાહકોની ગેસ સબસિડી (LPG Gas subsidy) નાણાં બીજાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, તમારા ખાતામાં નિયમિત સબસિડી આવે છે કે નહીં તે જાણવું મહત્વપૂર્ણ છે. સબસિડી બેંક ખાતામાં જમા થઈ ગઈ છે તે જાણવા તમારે બેંકમાં જવાની જરૂર નથી. તમે તેને ઘરે બેઠા ચેક કરી શકો છો.

lpg

આ રીતે ચેક કરો તમને LPG સબસિડી મળી કે નહીં

સૌ પ્રથમ તમારા સ્માર્ટફોન બ્રાઉઝરમાં Mylpg.in વેબસાઇટ પર જાઓ. અહીં ત્રણ એલપીજી સિલિન્ડર કંપનીઓના ટેબ (ફોટો સાથે) હોમ પેજ પર દેખાશે. તમારે તમારી કંપની (જેનું સિલિન્ડર લીધું છે)નું સિલેક્શન કરવું પડશે. જો તમે ઇન્ડેન ગેસનું કનેક્શન લીધું છે, તો તેના ટેબ પર ક્લિક કરો. હવે નવું ઇન્ટરફેસ આગળ ખુલશે.

lpg

સિમ સ્વેપ / એક્સચેંજ હેઠળ, એક સાયબર ક્રિમિનલ અથવા દગાબાજ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબરનું નવું સિમકાર્ડ મેળવે છે. નવા સીમકાર્ડની મદદથી, છેતરપિંડી કરનારને તમારા બેંક ખાતાના નાણાકીય વ્યવહારો કરવા માટે જરૂરી યુઆરએન, ઓટીપી અને એલર્ટ મળે છે અને તે પછી સરળતાથી તમારું ખાતું ખાલી કરી દે છે. હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે સિમ સ્વેપ ફ્રોડને ટાળવા માટે શું કરવું?

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો