GSTV
Gujarat Government Advertisement

Reliance Jio, BSNL, એરટેલ અને વોડાફોન આઈડિયા, આ છે સૌથી સસ્તા રિચાર્જનો ઓપ્શન, 11 રૂપિયામાં થાય છે શરૂઆત

રિચાર્જ

Last Updated on March 17, 2021 by

વધુ મોબાઈલ ફોન યુઝર, જિયો પ્રીપેડ રિચાર્જ કરાવે છે, એમાં પ્રતિદિવસ એક નિર્ધારિત માત્રામાં ઇન્ટરનેટ ડેટા મળે છે. પરંતુ જો ડેટા જલ્દી ખતમ થઇ જાય અને ત્યાર પછી જરૂરી કામ કરો છો તો મુશ્કેલી ઉભી થઇ જાય છે. પરંતુ આજે અમે તમને એવા રિચાર્જ પ્લાન અંગે જણાવી રહ્યા છે, જે તમને ખુબ મામૂલી કિંમતમાં ઇન્ટરનેટ ડેટા આપે છે. એમાં જિયો, જિયો ફોન, ઍરટેલ, BNSL અને વોડાફોન આઈડિયા સામેલ છે.

Reliance Jio phone

પ્લાન

રિલાયન્સ જિયો ફોનના ઇન્ટરનેટ ડેટા ખતમ થઇ જાય છે અને આ પરેશાનીનો ઘણી વખત સામનો કરવો પડે છે તે તેઓ એડ ઓન પેક લઇ શકો છો. આ રિચાર્જની શરૂઆતી કિંમત 22 રૂપિયા છે, જેમાં 2 જીબી ઇન્ટરનેટ ડેટા મળે છે અને એની વેલિડિટી 28 દિવસની છે. જયારે બીજો પ્લાન 52 રૂપિયાનો છે જેઆમાં 6 જીબી ડેટા 28 દિવસ માટે મળે છે. સાથે જ 72 રૂપિયાનો પ્લાન છે જે 28 દિવસ પ્રતિદિવસ 0.5 જીબી ઇન્ટરનેટ આપે છે. ચોથો પ્લાન 102 રૂપિયાનો છે, જેમાં 28 દિવસ પ્રતિદિન 1 જીબી ડેટા મળે છે. એમાં 152 રૂપિયાનો પણ પ્લાન છે, જેમાં 28 દિવસ માટે 2 જીબી રોજ મળે છે.

Reliance Jio

જિયો ફોન ઉપરાંત જો કોઈ સ્માર્ફોન યુઝરના ડેટા ખતમ થઇ જાય છે અને એને કોઈ જરૂરી કામ છે તો 11 રૂપિયાનું રિચાર્જ કરાવી શકે છે એમાં કુલ 1 જીબી ઇન્ટરનેટ ડેટા મળે છે. ત્યાં જ, 2 જીબી ડેટા માટે 21 રૂપિયા ખર્ચ કરી 6 જીબી માટે 51 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. એક મહિનાનું રિચાર્જ કરાવવા માટે 129 રૂપિયા વાળો પ્લાન પણ છે.

Vi ના સસ્તા પ્રિ-પેડ પ્લાન

વોડાફોન-આઈડિયા(Vi) યુઝરનો ઇન્ટરનેટ ડેટા ખતમ થઇ જાય છે તો સૌથી સસ્તો 16 રૂપિયાનો પ્લાન છે, જેમાં 1જીબી ઇન્ટરનેટ ડેટા અને 24 કલાકની વેલેડિટી મળે છે. એમાં વધુ 200 MB માટે 19 રૂપિયાનું રિચાર્જ કરવું પડશે જે બે દિવસ ચાલશે. એ ઉપરાંત 149 રૂપિયાના રિચાર્જમાં 28 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને 3 જીબી ડેટા મળે છે.

BSNLના સૌથી સસ્તા પ્લાન

BSNLના યુઝર છે અને સૌથી સસ્તા રિચાર્જ પ્લાન જોઈ રહ્યા છે તો આ 19 રૂપિયાનો પ્લાન છે. એમાં 2 જીબી ડેટા મળશે. એમાં મેસેજ અને કોલિંગની સુવિધા નહિ હોય. એનાથી વધુ 97 રૂપિયા વાળો પ્લાન છે જેમાં 18 દિવસ માટે 2 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ મળશે. આ પ્લાન યુપી વેસ્ટ અને ઉત્તરાખંડ સર્કલના બતાવેલા છે.

Airtelના સૌથી સસ્તા પ્લાન

Airtel

Airtelના સૌથી સસ્તા 48 રૂપિયા વાળો પ્લાન છે. આ રિચાર્જ પ્લાનમાં 28 દિવસ માટે 3 જીબી ઇન્ટરનેટ ડેટા મળશે. એ ઉપરાંત 129 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન છે, જેમાં 1 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને વિંક મ્યુઝિક ફ્રી મળશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો