GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ/ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં NRI વૃદ્ધને બંધક બનાવીને લુંટારુંઓએ ચલાવી લૂંટ, દરવાજો ખોલતાં જ મરચું છાંટ્યું

Last Updated on February 25, 2021 by

અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.ગુન્હેગારો બેફામ બન્યા છે ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો શહેરના કોટ વિસ્તારમાં બન્યો છે. અમદાવાદ શહેર ના કાગડાપીઠ વિસ્તારમાં એનઆરઆઇ વૃદ્ધ સાથે લૂંટની ઘટના બની છે.

પોલીસ
  • અમદાવાદ – કાગડાપીઠમાં લૂંટ નો બનાવ
  • એન આર આઇ સિનિયર સિટીઝનને સેલોટેપથી બાંધી ચલાવી લૂંટ
  • દરવાજાનો બેલ વગાડી ત્રણ શખ્સો ઘર ના ઘુસી ગયા
  • સિનિયર સિટીઝનની આંખમાં મરચું નાખીને તેમને બાંધી દીધા
  • શહેરના બહેરામપુરા વિસ્તારનો બનાવ
  • ટીવી, ફોન અને દાગીનાની લૂંટ

એનઆઇઆર સિનિયર સિટિઝનના ઘરમાં 3 અજાણ્યા શખ્સો ઘુસી ગયા હતા અને તેમણે વૃદ્ધની આંખમાં મરચું નાંખી તેમને બાંધક બનાવ્યા હતા. બંધક બનાવ્યા બાદ શખ્સોએ લૂંટ ચલાવી હતી. જે બાદ લૂંટારૂઓએ ટીવી ફોન અને દાગીનાની લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવીને શખ્સો ફરાર થઈ ગયા હતા. શહેરમાં એકલા રહેતાની વૃદ્ધને નિશાન બનાવવામાં આવ્યા હતા. પોલીસે મામલાની ગંભીરતા જોતા આગળની તપાસ હાથ ધરી છે.

બહેરામપુરા મા NRI વૃદ્ધ ના ઘરમાં વહેલી સવારે લૂંટનોનો બનાવ બન્યો છે.વૃદ્ધના આંખમાં મરચું નાખીને 3 લૂંટારું T.V, મોબાઈલ, દાગીના ની લૂંટ ચલાવી હતી શહેરમાં લૂંટારુઓ બેફામ બન્યા છે તે વાત નથીશહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલ આંનદજી કલ્યાણ જી જેન નગરમાં મૂળ NRI નરેન રતિલાલ સાહ 7 વર્ષ થી રહે છે .

25 તારીખે વહેલી સવારે 3 જેટલા લૂંટારુઓ નરેન શાહ ના ઘરે પહોંચ્યા અને જેક અકલ દરવાજો ખોલો તેમ કહીને નોક કર્યું હતું… જોકે પોતાના નામથી બુમ પાડતા દરવાજો ખોલતાની સાથે 3 જેટલા લૂંટારુઓ તૂટી પડયા અને T.V , મોબાઈલ ,ઘરેણા ની ચોરી કરી હતી.

જોકે લૂંટ ની ઘટના શહેરમાં સામાન્ય વાત છે. પણ આ લૂંટમાં અજુગતું બન્યું 3 એ લૂંટારુઓએ નરેન ભાઈ એ દરવાજો ખોલતાની સાથે પહેલા મરચાની ભૂકી આંખમાં નાખી હતી, અને ત્યાર બાદ રસોડામાં વૃદ્ધના મોઢે સેલોટેપ મારી ટેબલ પર બાંધી દેવામાં આવ્યો અને મુઠ માર્યો હતો અને ઘરમાં તિજોરી માંથી ઘરેણા ,TV, મોબાઇલ ની લૂંટ કરી હતી. જોકે આજુબાજુના ઘરના લોકો બહાર ના આવે તે માટે બહાર થી લોક કરી દીધું હતું

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો