GSTV
Gujarat Government Advertisement

સરકારી ચેનલોનો વિલય: રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવીનો થયો વિલય, આ બંને ચેનલ હવે આ નામથી ઓળખાશે

Last Updated on March 2, 2021 by

કેન્દ્ર સરકારે મંગળવારના રોજ કહ્યુ હતું કે, તેમણે સંસદની બે ચેનલ, લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીનો વિલય કરી નાખ્યો છે. જેને હવે સંસદ ટીવી કહેવામાં આવશે. સરકારે એવું પણ કહ્યુ છે કે, આઈએએસ અધિકારી રવિ કપૂરને એક વર્ષના સમય માટે આગામી આદેશ સુધી જે પહેલા હોય, ત્યાં સુધી મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિમણૂંક કર્યા છે.

સરકારે 1 માર્ચના પોતાના આદેશમાં કહ્યુ હતું કે, સભાપતિ, રાજ્યસભા અને સ્પિકરના સંયુક્ત નિર્ણયનું પરિણામસ્વરૂપ, લોકસભા આરએસટીવી અને એલએસટીવીનો હવે સંસદ ટીવીમાં વિલય કરવામાં આવશે. જેમાં આગળ કહેવાયુ હતું કે, આઈએએસ અધિકારી રવિ કપૂરને એક વર્ષના સમય માટે આગામી આદેશ સુધી જે પહેલા હોય, ત્યાં સુધી મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિમણૂંક કર્યા છે.

બે વર્ષ પહેલા વિલય માટે બની હતી સમિતિ


લોકસભા ટીવીને 2006માં તત્કાલિન સ્પીકર સોમનાથ ચેટર્જીએ લોન્ચ કર્યુ હતું. જ્યારે રાજ્યસભા ટીવીને 2011માં લોન્ચ કરાયુ હતું. આ બંને ચેનલો પર સંબંધિત સદદની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થતું હતું. આ ઉપરાંત કેટલાય વિષયો પર કાર્યક્રમ અને ચર્ચાઓ પણ આયોજીત થતી હતી. વર્ષ 2019માં આ બંને ચેનલોના વિલય માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો