Last Updated on April 1, 2021 by
ભારતમાં સાધુ સંતોની સર્વોચ્ચ સંસ્થા મનાતી ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ સરકાર સમક્ષ એક નવી માંગણી મુકી છે. તેમનુ કહેવુ છે કે, દેશમાં જ્યાં જ્યાં પણ મુગલો કે અંગ્રેજોના નામ પર રસ્તા છે તે તમામ રસ્તાઓના નામ બદલવામાં આવે.જે લોકોએ આ દેશ પર આક્રમણ કર્યુ હતુ અને જેમણે આ દેશને નુકસાન પહોંચાડ્યુ હતુ તેમના નામ રસ્તાઓ પર જોઈને તકલીફ થાય છે.
નરેન્દ્ર ગિરીએ આગળ કહ્યુ હતુ કે, માત્ર સાધુ સંતોને તકલીફ થાય છે તેવુ નથી પણ આજના યુવાઓ પણ આ જોઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે.આઝાદી પહેલા દેશ સાથે ગદ્દારી કરનારાઓ અને ભારતીયો પર જુલમ કરનારાઓના નામ દેશના તમામ રસ્તાઓ પરથી હટાવવામાં આવે.
તેમણે સૂચન કર્યુ હતુ કે, આ રસ્તાઓને દેશના મહાનુભાવો જેવા કે શહીદ ચંદ્રશેખ આઝાદ, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, ગુલઝારી લાલ નંદા અને વીર અબ્દુલ હમીદના નામ આપી શકાય તેમ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31