Last Updated on March 10, 2021 by
સુપ્રીમ કોર્ટે એક કેસના ચુકાદામાં કહ્યું છે કે જો મહિલાને લગ્ન માટે આપવામાં આવેલું વચન શરૃઆતથી જ જુઠુ હોય તો તેવા કિસ્સામાં ફરિયાદને રેપ માનવામાં આવશે, અન્યથા રેપ માનવામાં નહીં આવે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે રેપના એક આરોપીની સામે દાખલ ચાર્જશીટ રદ કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલો ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લા સાથે સંકળાયેલો છે.
અરજદારે એફઆઇઆર અને ચાર્જશીટ રદ કરવાની માગણી કરી
ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને એમ આર શાહની બેંચે આ આદેશ આરોપી સોનુની એફઆઇઆર રદ કરવાની માગણીને ધ્યાનમાં રાખીને આપ્યો હતો. અરજદારે એફઆઇઆર અને ચાર્જશીટ રદ કરવાની માગણી કરી હતી. બેંચે કહ્યું હતું કે એફઆઇઆર અને ચાર્જશીટ વાંચ્યા પછી સ્પષ્ટ થાય છે કે આરોપી અને પીડિતા બન્ને રિલેશનશિપમાં હતા, અને લગ્ન કરવાનો કોઇ જ ઇરાદો હોવાનું સ્પષ્ટ નથી થતું. સાથે તે પણ સ્પષ્ટ નથી થતું તે લગ્ન કરવાનું વચન ખોટું હતું.
છોકરા- છોકરી વચ્ચે બંધાયેલા સંબંધો રેપ નહીં ગણાય : સુપ્રીમ
બેંચે કહ્યું કે પીડિતા અને આરોપી બન્ને વચ્ચેના સંબંધ એકબીજા સાથેની સહમતીથી બંધાયા હતા. બન્ને આ સંબંધમાં આશરે દોઢ વર્ષ સુધી રહ્યા હતા. બાદામાં જ્યારે આરોપીએ લગ્ન કરવાની ના પાડી દીધી તો તેની સામે રેપની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એફઆઇઆરમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે આરોપી અને પીડિતાની વચ્ચે સંબંધ આશરે દોઢ વર્ષ સુધી રહ્યો. લગ્ન માટે પરિવારજનો સહમત હતા પણ હવે ના પાડી રહ્યા છે. તેથી પીડિતાની એક માત્ર ફરિયાદ આરોપી સોનુની તેની સાથે લગ્ન ન કરવાની છે. આ કેસમાં લગ્ન કરવાની મનાઇ બાદમાં કરવામાં આવી છે જેના આધારે એફઆઇઆર દાખલ થઇ છે. તેથી એ સ્પષ્ટ નથી થતું તે લગ્નના જુઠા વચન આપીને સંબંધ બાંધવામાં આવ્યા હતા.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31