GSTV
Gujarat Government Advertisement

અબજોપતિની યાદી જાહેર: કોરોનાકાળમાં પણ આ લોકોની સંપત્તિ વધી, 40 બિઝનેસમૈન આ યાદીમાં જોડાયા

Last Updated on March 2, 2021 by

વર્ષ 2020 દરમિયાન ભારતના 40 બિઝનેસ મેન, અબજોપતિઓની યાદીમાં જોડાયા છે. ત્યારે હવે આ લોકોને જોડતા ભારતમાં કુલ 177 લોકો અબજોપતિની યાદીમાં શામેલ થયા છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે એવું કહેવાયુ છે કે, દુનિયાના સૌથી ધનવાન લોકોની આ ગ્લોબલ યાદીમાં 2020માં ભારતમાંથી કુલ 40 જેટલા લોકો અબજોપતિની યાદીમાં શામેલ થયા છે. રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય છે. જે દુનિયાના સૌથી ધનવાન લોકોની યાદીમાં એક ડગલુ ઉપર આવીને આઠમાં નંબરે આવી ગયા છે.

  • ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિ વર્ષ 2020માં 32 અબજ ડોલર સુધી પહોંચી ગઈ અને દુનિયાના અમીરોની યાદીમાં તેમનો નંબર 20 પોઈન્ટ ચડીને 48માં નંબરે આવી ગયા છે. અને હવે તે બીજા નંબરના સૌથી ધનવાન ભારતીય થયા છે.
  • તેમના ભાઈ વિનોદની સંપત્તિ 128 ટકાથી વધીને 9.8 અબજ ડોલર થઈ ગઈ છે.
  • આઈટી કંપની HCL ના શિવ નાડર ભારતના અબજોપતિઓની યાદીમાં 27 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા નંબરે આવ્યા છે.
  • મહિન્દ્રા સમૂહના આનંદ મહિન્દ્રાની સંપત્તિમાં 100 ટકાનો વધારો થયો છે. અને તે હવે 2.4 અબજ ડોલર થઈ ગઈ છે.
  • બૉયકોનની કિરણ મજૂમદારની સંપત્તિ 41 ટકાથી વધીને 4.8 અબજ ડૉલર થઈ ગઈ છે.
  • તો વળી પતંજલિ આયુર્વેદના આચાર્ય બાલકૃષ્ણની સંપત્તિ આ દરમિયાન 32 ટકાથી ઘટીને 3.6 અબજ ડૉલર થઈ છે.
  • સોફ્ટવેર કંપની જૈડક્લેરના જય ચૌધરીની સંપત્તિ આ દરમિયાન 274 ટકાથી વધીને 13 અબજ ડૉલર થઈ ગઈ છે.
  • બાયજૂના રવિન્દ્રન અને પરિવારની સંપત્તિમાં 100 ટકાના વધારા સાથે 2.8 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે.
  • અલગ અલગ ક્ષેત્રમાં બિઝનેસ કરી રહેલા મહિન્દ્રના પ્રમુખ આનંદ મહિન્દ્રા અને પરિવારની સંપત્તિ પણ આ દરમિયાન ડબલ થઈને 2.4 અબજ ડૉલર થઈ ગઈ છે.
  • ગોદરેજના સ્મિતા વી. કૃષ્ણાની સંપત્તિ 4.7 અબજ ડૉલર અને લુપિનની મંજૂ ગુપ્તાની સંપત્તિ 3.3 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે.

વૈશ્વિક સ્તર પરની યાદની વાત કરીએ તો, ટેસ્લાના એલન મસ્ક 197 અબજ ડૉલરની સંપત્તિ સાથે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બનીને ઉભરી આવ્યા છે. ત્યાર બાદ અમેઝોનના જૈફ બેઝોસ આવે છે, તેમની સંપત્તિ 189 અબજ ડૉલર રહેલી છે. ફ્રાન્સના ફ્રેંચમૈન બનાર્ડ અમાલ્ટની સંપત્તિ 114 અબજ ડૉલર રહેલી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો