Last Updated on March 22, 2021 by
જો તમે પણ હજું સુધી તમારા PAN Card (પેન કાર્ડ)ને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો જલ્દી જ કરાવી લો. આ કામ નહીં કરવા પર તમને 10 હજાર રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. જણાવી દઇએ કે આ કામ કરવા માટે તમારી પાસે હવે ફક્ત 10 દિવસનો સમય છે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે PAN Cardને આધાર સાથે લિંક કરાવવાની ડેડલાઇન 31 માર્ચ 2021 નક્કી કરી હતી. તે બાદ જે લોકોનું PAN Card આધાર સાથે લિંક નહી થાય, તેમણે 10 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ સાથે જ તેમનું PAN Card ડિએક્ટિવેટ થઇ જશે.
શું છે નિયમ
જો તમારુ PAN Card ડિએક્ટિવેટ થઇ ગયું હોય અને તમે તમારા બેંક એકાઉન્ટમાંથી 50 હજાર રૂપિયાથી વધુ ઉપાડવા માટે PAN Cardનો ઉપયોગ કરો છો તો તમારે 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. આ ઉપરાંત PAN Card વિના મોટા રકમ ઉપાડવી શક્ય નથી. સાથે જ ડિએક્ટિવેટ PAN Cardથી થયેલા દરેક ટ્રાન્જેક્શન પર દંડ ભરવો પડશે.
PAN Card – Aadhaar Card કેવી રીતે કરાવી શકો છો લિંક
ઑનલાઇન PAN Cardને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા માટે સૌથી પહેલા ઇનકમ ટેક્સની વેબસાઇટ પર જવાનું છે. અહીં આધાર કાર્ડમાં આપવામાં આવેલુ નામ, પેન નંબર અને આધાર નંબર રજીસ્ટર કરાવવાનું છે. તે બાદ આધાર કાર્ડમાં જન્મનું વર્ષ મેંશન કરવા પર સ્ક્વેયર પર ટિક કરો. તે બાદ કેપ્ચા કોડ એન્ટર કરો. હવે Link Aadhaar બટન પર ક્લિક કરો. તે બાદ તમારુ પેન આધાર સાથે લિંક થઇ જશે.
SMS મોકલીને પણ કરાવી શકો છો લિંક
તેના માટે તમારા ફોન પર UIDPAN ટાઇપ કરો. તે બાદ 12 ડિજિટનો આધાર નંબર નાંખો. તે બાદ 10 ડિજિટનો PAN નંબર નાંખો. તે બાદ સ્ટેપ 1માં જણાવવામાં આવેલો મેસેજ 567678 અથવા 56161 પર મોકલી દો. જણાવી દઇએ કે ડિએક્ટિવેટ PAN Cardને પણ ઓરેટિવ કરી શકાય છે. તેના માટે એક એસએમએસ કરવાનો છે. તેના માટે મેસેજ બોક્સમાં જઇને તમારા રજીસ્ટર્ડ મોબાઇલથી 12 અંકોનો PAN નંબર એન્ટર કર્યા બાદ સ્પેસ આપીને 10 અંકોનો આધાર નંબર એન્ટર કરવાનો છે અને 567678 અથવા 56161 પર એસએમએસ કરવાનો છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31