Last Updated on March 16, 2021 by
દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની LIC સમય સમય પર પોતાના ગ્રાહકોને પોતાની સેવાઓ વિશે જણાવતી રહે છે. જેથી તમને કોઈપણ પ્રાકારની તકલીફનો સામનો ન કરવો પડે. આજે પણ દેશનો એક મોટો વર્ગ જેને પોલીસી ખરીદવી છે તે એજંટ પાસે જ આવે છે. પરંતુ આજે તમેને LICના પ્રિમિયમ કેલ્કયૂલેટર વિશે જણાવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા માત્ર એક ક્લિકમાં તમે સરળતાથી જાણી શકશો કે જે પોલીસી તમે લેવા માંગો છો તેના માટે તમારે કેટલા પૈસા જમા કરવાના છે.
પ્રિમિયમ કેલ્કયૂલેટરની સૌથી ખાસ વાત એ છે કે, તમારે કોઈ એજન્ટ પાસે નહિ જવુ પડે. આ કામ તમે ઘરબેઠા થોડી જ મિનિટોમાં સરળતાથી કરી શકો છો. તમે તમારી પોલિસીની માત્ર પ્રિમિયમ જ નહિ પરંતુ તે તમામ વાતો જે તમે જાણવા માંગો છો તે એક ક્લિકમાં ઘર બેઠા તમામ જાણકારી પ્રાપ્ત કરી શકો છો.
શુ હોય છે પ્રીમિયમ કેલ્કયૂલેટર
LIC પ્રિમિયમ કેલ્કયૂલેટર તરફથી તમામ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવાય છે. તે તમારા જીવનને સરળ બનાવવા માટે છે. તેના દ્વારા તમે જાણીશકો છો કે કોઈ ખાસ પોલીસી દ્વારા કેટલી રકમ જમા કરવી પડશે. તે ગ્રાહકોના પ્રમિયિમની રકમ અને પરત આવનારી પરત રકમ થી સ્પષ્ટ થયા બાદ પોતાની યોજનાને વિચાર અને પસંદ કરવા દે છે. તેનો સૈથી મોટો ફાયદો એ થાય છે કે, હવે તમે કેલ્કયૂલેટર દ્વારા કોઈપણ પોલિસીની તપાસ કરો છો તો તેમાં કોઈ અન્ય છુપાયેવી રકમ હોતી નથી.
આવી રીતે સમજો પ્રક્રિયા
માની લો કે તમારે 50 લાખ રૂપિયાની કોઈ પોલીસી ખરીદવી છે. તો તમે પ્રિમિયમ કેલ્કયૂલેટર પર જઈને સરળતાથી ડજાણી શકો છો કે તેના માટે તમારે દર મહિને અથવા ક્વાર્ટરલી કે વર્ષે કેટલી રકમ ચૂકવવી પડશે. સાથે જ તેનો ફાયદો એ રહેશે કે તેમમાં એજન્ટનું કમિશન જોડાયેલુ હોતુ નથી.
LICની વેબસાઈટ પર મળશે માહિતી
આમ તો કેટલીક કંપનીઓ આ સેવા આપતી હોય છે. પરંતુ આ સૂવિધાનો લાભ તમે LICની વેબસાઈટ પરથી લઈ શકો છો. LICની વેબસાઈટ પર જમણી બાજુએ કેલ્કયૂલેટરનો ઓપ્સન આપેલો હોય છે. તેને ક્લિક કરીને તમે કેલ્કયૂલેટરના સેક્શનમાં જઈ શકશો. અંહિ જઈને તમને કેટલીક પ્રાથમિક વિગતો ભરવાની હોય છે. તમારુ નામ, ઉંમર, જન્મ તારીખ, જેંડર, મોબાઈલ નંબર , ઈમેઈલ ID ભર્યા બાદ તમારે કઈ પોલિસી કેટલા વર્ષો માટે લેવી છે તે સીલેક્ટ કરવાનું હોય છે. તેને ભર્યા બાદ કેલ્કયૂલેટર અ જણાવશે કે, જે પોલિસી તમે લેવા માંગો છો તેના માટે કેટલુ પ્રીમિયમ આપવુ પડશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31