GSTV
Gujarat Government Advertisement

LICની આ સ્કીમમાં મળશે 23,000 રૂપિયા સુધી પેન્શન, સાથે જ જમા કરેલા રૂપિયા પણ પાછા મળશે

LIC

Last Updated on April 9, 2021 by

પ્રાઇવેટ સેક્ટર અને સરકારી સેક્ટરની નોકરીઓમાં પેન્શન હવે નહિવત છે. જેથી લોકો રિટાયરમેન્ટ પછી રેગ્યૂલર ઇનકમ માટે કેટલાક પ્રકારના વિકલ્પ પર પસંદગી ઉતારે છે. મોટાભાગના લોકો સરકારની નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં રોકાણ કરે છે. જ્યારે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)એ પણ પેન્શન યોજના શરૂ કરી છે. LICની આ ખાસ યોજના છે, જેમાં નિયમિત રીતે પેન્શન મળે છે, સાથે જ જમા કરેલા રૂપિયા પણ પાછા મળે છે. જાણો સ્કીમ વિશે…

LIC

LICની આ યોજના PMVVY સાથે સંબંધિત

LICની આ યોજના પ્રધાનમંત્રી વ્યય વંદના યોજના (PMVVY) સાથે સંબંધિત છે. આ યોજનાનો લાભ 31 માર્ચ 2023 સુધી લઇ શકાય છે. PMVVY યોજનામાં LIC દ્વારા રોકાણ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે 7.66 ટકા રિટર્ન મળે છે. આ યોજનાનો સમયગાળો 10 વર્ષનો છે.

કોણ રોકાણ કરી શકે છે?

આ સ્કીમમાં ઓછામાં ઓછા 60 વર્ષની ઉંમરના લોકો જ રોકાણ કરી શકે છે. આ સ્કીમ હેઠળ રોકાણ કરવા પર દર મિહને પેન્શન લઇ શકાય છે. તેમાં ત્રિમાસિક, છ મહિના અને વાર્ષિક આધારે પણ પેન્શનનો વિકલ્પ છે.

કેટલાનું રોકાણ કરવું?

આ સ્કીમમાં દર મહિને ઓછામાં ઓછા 1000 રૂપિયા અથવા વાર્ષિક 12 હજાર રૂપિયા પેન્શન મળે છે. મહત્તમ પેન્શનની મર્યાદા માસિક 9250 રૂપિયા અને વાર્ષિક 1.11 લાખ રૂપિયા છે. દર મહિને 1000 રૂપિયા પેન્શન માટે 1.62 લાખ રૂપિયા અને વાર્ષિક 12 હજાર રૂપિયા પેન્શન માટે 1.56 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે.

જો કોઈ દર મહિને 9,250 પેન્શન ઇચ્છે છે, તો તેને 15 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે વાર્ષિક 1.11 લાખ રૂપિયા પેન્શન માટે 14.50 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે.

LIC

આ સ્કીમમાં 3 લાખ રૂપિયાના રોકાણ પર વાર્ષિક પેન્શન 22,980 લઇ શકાય છે. માસિક આધારે પેન્શન તરીકે 1915 રૂપિયા મળશે. ઉલ્લેખનીય છે કે આ સ્કીમમાં દર મહિને 1000 રૂપિયા જમા કરવા પર માસિક પેન્શન 74 રૂપિયા બને છે.

પેન્શન સાથે પર્ચેઝ પ્રાઇઝ પરત મળશે

આ યોજનામાં જો પૉલિસીધારક 10 વર્ષ સુધી જીવિત રહે છે, તો તેને નિયમિત રીતે પેન્શન મળશે. જો આ વચ્ચે તેનું નિધન થઇ જાય છે, પૉલિસીની પર્ચેઝ પ્રાઇઝ નોમિનીને પરત કરવામાં આવે છે. પૉલિસીધારક જો 10 વર્ષ સુધી જીવિત રહે છે, તો પેન્શન સાથે તેને પર્ચેઝ પ્રાઇઝ પણ પરત મળશે.

ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે આ સ્કીમમાં રોકાણ કરી શકાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો