GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો/ નિશ્વિત આવકની સાથે મળશે ગેરેન્ટીડ રિટર્ન, LICની આ નવી પોલીસીના છે અનેક ફાયદા

lic

Last Updated on February 24, 2021 by

LIC Bima Jyoti: ભારતીય જીવન વીમા નિગમની નવી પોલીસી વીમા જ્યોતિ લોન્ચ કરી છે. આ પોલીસીમાં ગ્રાહકોને એક નિશ્વિત આવકની સાથે સાથે ગેરેન્ટીડ રિટર્ન પણ મળશે. આ પોલીસીમાં બેસિક સમ એશ્યોર્ડ એક લાખ રૂપિયા છે. જ્યારે મહત્તમ મર્યાદા નક્કી નથી. આ પોલીસી 15થી 20 વર્ષ માટે છે.

પોલીસી પીરિયડની તુલનામાં પાંચ વર્ષ ઓછુ ચુકવો પ્રીમિયમ

વીમા જ્યોતિ પોલીસી પીરિયડની તુલનામાં પ્રીમિયમની ચુકવણી પાંચ વર્ષ ઓછી કરવાની છે. જો તમે 15 વર્ષના પીરિયડ માટે પોલીસી લો છો તો પ્રીમિયમ પેમેન્ટ ટાઇમ (પીપીટી)10 વર્ષનો હશે. આ જ રીતે 16 વર્ષ માટે 11 વર્ષ, 17 વર્ષ માટે 12 વર્ષ, 18 વર્ષ માટે 13 વર્ષ, 19 વર્ષ માટે 14 વર્ષ અને 20 વર્ષ માટે 15 વર્ષ પીપીટી રહેશે.

પ્રતિ હજાર 50 રૂપિયાનું મળશે ગેરેન્ટીડ બોનસ

વીમા જ્યોતી પોલીસી પ્રતિવર્ષના અંતે બેસિક સમ એશ્યોર્ડ ઉપરાંત 50 રૂપિયા પ્રતિ હજાર ગેરેન્ટી આપી રહ્યું છે. તેમાં તમારે 50 રૂપિયા પ્રતિ હજાર સમ એશ્યોર્ડ પર ગેરેંટીડ બોનસ મળશે.

લઘુત્તમ 90 દિવસના શિશુથી લઇને 60 વર્ષનો વ્યક્તિ લઇ શકે છે પોલીસી

વીમા જ્યોતિ પોલીસી ઑનલાઇન ખરીદી શકાય છે અથવા કોઇ એજન્ટ દ્વારા લઇ શકાય છે. પોલીસીમાં પ્રવેશની લઘુત્તમ વય 90 દિવસ છે, જ્યારે મહત્તમ વય 60 વર્ષ છે. પોલીસીનો મેચ્યોરિટી પીરિયડ મિનિમમ 18 વર્ષ છે. જ્યારે મેક્સિમમ 75 વર્ષ છે. પોલીસીમાં બેક ડેટિંગની પણ સુવિધા છે. તેમાં તમને મેચ્યોરિટી સેટલમેંટ ઓપ્શનની પણ સુવિધા મળશે.

lic

5, 10 અને 15 વર્ષના હપ્તામાં મળશે મેચ્યોરિટી અને મૃત્યુના લાભનો વિકલ્પ

LIC અસાર વીમા જ્યોતિ પોલીસીમાં 5,10 અને 15 વર્ષના હપ્તામાં મેચ્યોરિટી અને મૃત્યુ લાભનો વિકલ્પ મળશે. પોલીસીમાં આકસ્મિક વિકલાંગતા લાભ રાઇડર, ગંભીર બીમારી, પ્રીમિયમ માફ રાઇડર અને ટર્મ રાઇડરના લાભનો વિકલ્પ પણ છે.

પ્રીમિયમનું ગણિત

જો 30 વર્ષનો કોઇ વ્યક્તિ 15 વર્ષો માટે 10 લાખ રૂપિયાની પોલીસી લે તો તેણે પીપીટી 10 વર્ષો સુધી જ ચુકવવાનું છે. તેના માટે 113609 રૂપિયા વાર્ષિક, 57415 રૂપિયા અર્ધવાર્ષિક, 29013 રૂપિયા ત્રિમાસિક અથવા 9671 રૂપિયા માસિક પ્રીમિયમ ચુકવવાનું છે. જીએસટી સાથે પહેલા વર્ષે 117869 રૂપિયા વાર્ષિક, 59568 રૂપિયા અર્ધવાર્ષિક, 30101 રૂપિયા ત્રિમાસિક અથવા 10034 રૂપિયા માસિક પ્રીમિયમ ચુકવવાનું છે. જ્યારે બીજા વર્ષથી 115739 રૂપિયા વાર્ષિક, 58492 રૂપિયા અર્ધવાર્ષિક, 29557 રૂપિયા ત્રિમાસિક અથવા 9852 રૂપિયા માસિક પ્રીમિયમ ચુકવવાનું છે.

lic

ગેરેન્ટીડ રિટર્ન અને રિસ્ક કવર

10 લાખ રૂપિયાની પોલીસી પર પ્રતિ વર્ષ પ્રતિ હજાર 50 રૂપિયાના ગેરેન્ટીડ રિટર્ન અનુસાર 50 હજાર રૂપિયા મળશે. એટલે કે 15 વર્ષોમાં 7,50,000 રૂપિયા મળશે. મેચ્યોરિટી પર કુલ 17,50,000 રૂપિયા મળશે. પોલીસી પર મૃત્યુ લાભ 12,50,000 રૂપિયાનો મળશે. જ્યારે રિસ્ક કવર પહેલા વર્ષે 13 લાખ રૂપિયા હશે. તે બાદ પ્રતિ વર્ષ 50 હજાર રૂપિયા વધતાં જશે. એટલે કે 15માં વર્ષમાં રિસ્ક કવર 20 લાખ રૂપિયા હશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો