GSTV
Gujarat Government Advertisement

LICએ શરૂ કર્યો નવો સેવિંગ્સ પ્લાન ‘બચત પ્લસ’: લઇ શકો છો 1 લાખ રૂપિયા સુધીની પોલીસી, મળશે આ ફાયદા પણ

lic

Last Updated on March 16, 2021 by

લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC)એ સોમવારે તે વાતની જાણકારી આપી છે કે તેણે એક નવી યોજનાની શરૂઆત કરી છે. LICની આ યોજનાનું નામ ‘બચત પ્લસ’ છે. LIC સરકારી ક્ષેત્રની આ સૌથી મોટી વીમા કંપની છે. LIC એવી વીમા કંપની છે, જેના પર દેશના લોકોને સૌથી વધુ ભરોસો છો. LICની સ્કીમ દરેક વર્ગના લોકોનું ધ્યાન રાખીને બનાવવામાં આવે છે. મોટાભાગના લોકો LICની યોજનાઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. તેના અનેક પ્લાન એવા છે, જેમાં આકસ્મિક સ્થિતિઓમાં વીમાધારકનું મોત થઇ જાય તો પરિવારને આર્થિક સુરક્ષા તો મળે છે, સાથે જ મેચ્યોરિટી પર સારુ રિટર્ન પણ મળે છે. તેની અનેક યોજનાઓમાં અલગથી બોનસ મળે છે. LICનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલુ છે. હવે તેની પોલીસી ઑનલાઇન પણ ખરીદી શકાય છે. સાથે જ ઑનલાઇન પ્રીમિયમ પણ જમા કરવાની સુવિધા છે. સૌથી મોટી વાત એ છે કે LICમાં જમા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે કારણ કે સરકાર તેના પર સૉવરેન ગેરેન્ટી આપે છે. ચાલો તમને જણાવીએ LICની આ નવી યોજના વિશે…

lic

LICનો નવો સેેવિંગ્સ પ્લાન, જાણો શું છે ખાસ

LICની નવી યોજના બચત પ્લસમાં સુરક્ષાની સાથે બચતની પણ સુવિધા મળે છે. LICએ કહ્યું કે આ યોજનાનો મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષ છે. આ પોલીસી પીરિયડ દરમિયાન પોલીસીધારકનું મોત થઇ જાય તો તેના પરિવારને મેચ્યોરિટી પીરિયડ પહેલા આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે.

પોલીસીની મેચ્યોરિટીના સમયે જો પોલીસીધારક જીવંત હોય તો તેને એક સામટી રકમ આપવામાં આવે છે. તેમાં ડેથ સમ અશ્યોર્ડ સિલેક્ટ કરવાનો ઓપ્શન મળે છે. આ પોલીસીમાં સિંગલ પ્રીમિયમ અને લિમિટેડ ડેટા પ્રીમિયમ પેમેન્ટ, બંને પ્રકારની ચુકવણી કરવામાં આવી શકે છે.

LICની આ સ્કીમમાં જો પોલીસીધારકનું મૃત્યુ પોલીસી પૂરી થયા બાદ થાય પરંતુ નિર્ધારિત મેચ્યોરિટી પૂરી થતા પહેલા થાય તો ડેથ પર સમ એશ્યોર્ડ લૉયલ્ટી એડિશન સાથે ચુકવણી કરવામાં આવશે. આ રીતે તેમાં અન્ય યોજનાઓની તુલનામાં ડેથ બેનિફિટ વધુ મળે છે.

LICની આ યોજનામાં લઘુત્તમ એક લાખ રૂપિયાની પોલીસી લઇ શકાય છે. મહત્તમ રકમની કોઇ મર્યાદા નથી. આ યોજનામાં જરૂર પડે તો પોલીસીધારક લોન પણ લઇ શકે છે. તેમાં પ્રીમિયમ પેમેન્ટ્સની બંને રીતો માટે વધુ બેસિક સમ એશ્યોર્ડ રિબેટ ઓફર કરી શકાય છે.

lic

LICએ ગત મહિને વીમા જ્યોતિ નામે એક નવી પોલીસી રજૂ કરી હતી. આ પોલીસી અંતર્ગત વીમાધારકોને દર વર્ષે ગેરેન્ટીડ વૃદ્ધિ મળે છે. LICએ તેને ‘ઉજ્જવલ ભવિષ્યની કુંજી ગેરેન્ટીડ’ ટેગલાઇન સાથે રજૂ કરી છે. આ એક નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, ઇંડિવિઝુઅલ સેવિંગ્સ પ્લાન છે.

LICની આ પોલીસીને ઑફલાઇન LIC એજન્ટ અથવા ઑનલાઇન LICની વેબસાઇટ દ્વારા ખરીદી શકાય છે. તેમાં બેસિક સમ અશ્યોર્ડ 1 લાખ રૂપિયા છે, એટલે કે લઘુત્તમ 1 લાખ રૂપિયાની પોલીસી લઇ શકાય છે. પોલીસીની મહત્તમ સમ અશ્યોર્ડ રકમ નક્કી કરવામાં નથી આવી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો